સંયુક્ત આરબ અમીરાતના અવકાશયાત્રી સુલતાન અલ નેયાદીએ અવકાશમાંથી એક વિડીયો શેર કર્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, તે ત્યાં કેવી રીતે ખોરાક ખાય છે. તે છ મહિના માટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ગયો છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં આપણને જોવા મળે છે કે અવકાશમાં ગુરુત્વાકર્ષણ ન હોવાને કારણે કેવા હવામાં મધ અને બ્રેડ ઉડી રહ્યા છે.

વિડિયો શેર કરી આપી માહિતી 

વિડિયો શેર કરતી વખતે તેણે તેના કેપ્શનમાં લખ્યું, 'સ્પેસમાં મધ વિશે તમે શું વિચારો છો? મારી પાસે અમીરાતી મધ બચ્યું છે, જે હું સમયે સમયે ખાવ છું. તેના ફાયદા ઘણા છે અને તે અવકાશયાત્રીઓના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે.

બ્રેડ અને મધ હવામાં ઉડતા જોવા મળે છે 

વીડિયોમાં જોઈ શકાય છે કે, બ્રેડ હવામાં ઉડી રહી છે. જ્યારે તે તેના પર બોટલમાંથી મધ રેડે છે, ત્યારે તે ઉપરની તરફ બહાર આવે છે. જ્યારે પૃથ્વી પર ગુરુત્વાકર્ષણના લીધે તેની વિપરીત સ્થિતિ જોવા મળે છે. નયદી જ્યારે રોટલી પર મધ લગાવે છે ત્યારે બંને હવામાં ઉડવા લાગે છે. પછી તેઓ બ્રેડને ફોલ્ડ કરીને ખાવાનું શરૂ કરે છે.

સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે 

લોકો આ વીડિયોને ખૂબ શેર કરી રહ્યા છે. તેના પર કોમેન્ટ દ્વારા તેમના પ્રતિભાવ પણ આપી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું કે, "આ આશ્ચર્યજનક છે કે ગુરુત્વાકર્ષણ ન હોવા છતાં પણ તે બોલનો આકાર કેવી રીતે લે છે." અન્ય એક યુઝરે કહ્યું, 'સુલતાન, અજીબ પ્રશ્ન છે પરંતુ, શું તમેને ગુરુત્વાકર્ષણની યાદ આવે છે?'



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/KoWqkR7