Image Source: Facebook

કેલિફોર્નિયા, તા. 11 ઓગસ્ટ 2023 શુક્રવાર

માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વીટર હવે X થી હવે પૈસા કમાવવા સરળ થઈ ગયા છે. હવે X કોઈ ટ્વીટના પાંચ મિલિયન એટલે કે 50 લાખ ઈમ્પ્રેશન થવા પર પણ ટ્વીટ આપશે. ટ્વીટરના માલિક એલોન મસ્કે પોતે ટ્વીટ કરીને આની જાહેરાત કરી છે. એલોન મસ્કે જણાવ્યુ કે આ સુવિધાનો લાભ માત્ર ટ્વીટર બ્લૂ સબ્સક્રિપ્શન ધરાવતા લોકો જ ઉઠાવી શકે છે. ઉલ્લેખનીય છે કે ટ્વીટરે અગાઉ પૈસા કમાવવા માટે 15 મિલિયન (દોઢ કરોડ) ઈમ્પ્રેશનની લિમિટ કરી હતી. 

10 ડોલર હશે લઘુતમ ચૂકવણી

ટ્વીટર સપોર્ટ ટ્વીટ અનુસાર હવે 90 દિવસ એટલે કે છેલ્લા 3 મહિનામાં જો ટ્વીટ પર પાંચ મિલિયન ઈમ્પ્રેશન્સ એટલે કે ટ્વીટને 50 લાખ વખત જોવામાં આવે તો તે યુઝર ટ્વીટર દ્વારા રૂપિયા કમાવવા યોગ્ય હશે. ટ્વીટરે 15 મિલિયનની લિમિટ હટાવી દીધી છે. એટલુ જ નહીં, યુઝર્સ માટે એક ખુશખબરી પણ છે. ટ્વીટર સપોર્ટ અનુસાર તમારા એકાઉન્ટમાં 10 ડોલર થાય એટલે તરત જ ટ્વીટર તમને રૂપિયા મોકલી દેશે. 

વેરિફાઈડ હેન્ડલને મળશે સુવિધા

એલોન મસ્ક અનુસાર માત્ર વેરિફાઈડ હેન્ડલથી કરવામાં આવેલી ટ્વીટના વ્યૂઝ કાઉન્ટ કરવામાં આવશે. એલોન મસ્કે આનું કારણ જણાવતા કહ્યુ કે સ્કેલમર બોટ્સનો ઉપયોગ કરીને અસંખ્ય વ્યૂઝ મેળવી શકાય છે. ટ્વીટરમાંથી રૂપિયા કમાવવા માટે તમારા એકાઉન્ટ પર 500થી વધુ ફોસોવર્સ હોવા જોઈએ. આ સિવાય ટ્વીટર હેન્ડલ કંપનીના નિયમ અને શરત અનુસાર હોવા જોઈએ. સોશિયલ મીડિયા પર ઘણા એકાઉન્ટએ એકાઉન્ટમાં પૈસા આવવાનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. 



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Na0gCV1