Image-Twitter
-જેની મદદથી તમે તમારા મનપસંદ ગીતને ગુનગુનાઇને પણ શોધી શકશો
નવી મુંબઇ,તા. 24 ઓગસ્ટ 2023,ગુરુવાર
આપણામાંના ઘણા લોકો સાથે એવું બનતું હોય છે કે, આપણે ગીતનું નામ કે શબ્દો ભૂલી જઈએ છીએ પણ તેની ટ્યુનિંગ વગેરે યાદ રહેતી હોય છે. જ્યાં સુધી તેની સાથે સંકળાયેલા શબ્દ કે પંક્તિ આપણા મગજમાં ન આવે ત્યાં સુધી આપણા મનમાં એ જ સૂર ગુંજતો રહે છે.
આ સિવાય ઘણા લોકો જોડે એવુ થાય થે કે, ગીતની શરુઆત યાદ નથી રહેતી પરંતૂ સોન્ગની વચ્ચેની બે ત્રણ કડીઓ યાદ હોય છે. આવી સ્થિતિમાં, આપણા બધા માટે યુટ્યુબ પર ગીતો શોધવાનું મુશ્કેલ બની જાય છે, કે કયુ ગીત હશે આ? પરંતુ હવે તમારે આ સમસ્યાથી ઝુંઝવુ નહીં પડે.
આવી પરિસ્થિતિમાં YouTube તમારી હેલ્પ કરશે. હા, YouTube એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે, જેની મદદથી તમે તમારા મનપસંદ ગીતને ગુનગુનાઇને પણ શોધી શકશો. કંપનીએ તેના 'YouTube ટેસ્ટ ફીચર્સ એન્ડ એક્સપેરિમેન્ટ્સ' પેજ પર આ ફીચર વિશે માહિતી આપી છે.
હાલમાં, ફક્ત તે લોકો જ આ સુવિધાને ઍક્સેસ કરી શકે છે જેમની પાસે એક્સપેરિમેન્ટ પેઝ રાઇટ છે. નવા ગીત સર્ચ ફીચર હેઠળ, યુઝરે ગીતને સર્ચ કરવા માટે પહેલા 3 થી 4 સેકન્ડ માટે ગીતની ટ્યુન અથવા કોઈપણ લાઇનને ગુનગુનાવવી પડશે. તેને સબમિટ કર્યા પછી, YouTube તે ગીતને શોધવામાં તમારી મદદ કરશે અને તમારી સમક્ષ એ ગીતને રજૂ કરશે.
ટેસ્ટિંગ
યુટ્યુબના આ ફીચરને કંપની પરફેક્ટ બનાવવા પર કામ કરી રહી છે. હાલમાં, આ ફીચર ટેસ્ટીંગ પર છે, તેથી તે હજુ સુધી યોગ્ય રીતે કામ કરી શકશે નહીં.
YouTube tests a search feature where users can hum, sing, or record parts of a song to identify music
— Glenn Gabe (@glenngabe) August 23, 2023
"Users in the experiment can toggle from YouTube voice search to the new song search feature & hum, sing or record a song for 3 or more seconds." https://t.co/6Puttpv2HN
આ ફીચર એડ કરીને કંપની લોકોના સર્ચ અનુભવને સરળ બનાવવા માંગે છે. સરળ ભાષામાં, તમારે સમજવું જોઈએ કે જેમ તમે હવે વૉઇસ સર્ચ કરો છો, તમે નવા ફીચરમાં પણ એવું જ કંઈક કરી શકશો.
વધુ એક ફીચર પર કામ ચાલી રહ્યું છે.
યુ ટ્યુબ યુઝર અનુભવને વધુ બહેતર બનાવવા માટે સબસ્ક્રિપ્શન ફીડમાં 'સ્માર્ટ ઓર્ગેનાઈઝેશન સિસ્ટમ' પર કામ કરી રહ્યું છે. આ હેઠળ, તમે જે ક્રિએટરનું સબ્સ્ક્રાઇબ કર્યું છે તેના કેટલાક કરન્ટ વીડિયો તમને એક જગ્યાએ જોવા મળશે જેથી તમારે એક પછી એક વીડિયો શોધવાની જરૂર નહીં પડે. હાલમાં, જો તમે યુટ્યુબ પર કોઈ ક્રિએટરના કેટલાક વિડીયો જોવા માંગતા હો, તો તેના માટે તમારે તે સર્જકના પેજ પર જવું પડશે અને એક પછી એક વિડીયો જોવો પડશે. પરંતુ ટૂંક સમયમાં કંપની આના પર પણ કામ કરશે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/7saFtuC
0 Comments