
વોશિંગ્ટન,૨૭ સપ્ટેમ્બર,૨૦૨૭,બુધવાર
સ્પેસ સાયન્સમાં અમેરિકાની સ્પેસ એજન્સી નાસા વિવિધ પ્રયોગો માટે જાણીતી છે. નાસાનું એક અંતરિક્ષયાન તાજેતરમાં ૨૪ સપ્ટેમ્બરના રોજ ઉલ્કાપીંડોની માટીના નમૂના લઇને ૭ વર્ષ પછી પૃથ્વી પર પાછુ ફર્યુ હતું.
જયારે અમેરિકાના યૂટા સ્ટેટના રણપ્રદેશમાં રેકસ નામના યાને સુરક્ષિત ઉતરાણ કર્યુ ત્યારે એક નવું જ સિમાચિહ્ન સ્થાપિત થયું હતું. રેકસને ૨૦૧૬માં બેનૂ ઉલ્કાપિંડ પર ઉતરાણ માટે મોકલવામાં આવ્યું હતું. જયારે કેપ્સૂલનું મુખ્ય પેરાશૂટ ખુલ્યું ત્યારે હાજર રહેલા સૌ ભાવુક બની ગયા હતા.નાસાએ સોશિયલ સાઇટ એકસ પર લખ્યું હતું કે ૬.૨૧ અબજ કિમીની લાંબી યાત્રા કરીને પાછુ આવનારું આ પ્રથમયાન છે.

નાસાના પ્રમુખ બિલ નેલ્સને આ વિશિષ્ટ અભિયાનના ખૂબ વખાણ કર્યા હતા. ઓસિરિસ રેકસના અભિયાનનો છેલ્લો તબક્કો ખૂબજ કપરો હતો..રેકસ ઉલ્કાપિંડ બેનુની સપાટી પરથી ૨૫૦ ગ્રામ જેટલી ધૂળ લાવ્યું છે. આ ધૂળ ભલે ચપટિક હોય પરંતુ કે ઉલ્કાપિંડના અનેક રહસ્યોને બહાર લાવી શકે છે. ઉલ્કાપિંડના ખતરાથી પૃથ્વીને બચાવવામાં પણ મદદ મળી શકે છે. વૈજ્ઞાાનિકોને એવી આશા છે કે રેકસ યાનની કામગીરી સૌર મંડળની સંરચના સમજવા માટે એક નવા અધ્યાય સમાન છે. પૃથ્વીનું વાતાવરણ જીવો માટે રહેવાલાયક કેવી રીતે બન્યું તે પણ જાણી શકાશે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/0C8uW6e
0 Comments