લોકોને હવે તડકાથી રાહત મળવા લાગી છે. ઘણા રાજ્યોમાં તો વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા બન્યું છે, પરંતુ ભેજનું પ્રમાણ પણ વધ્યું છે. તેનાથી બચવા માટે લોકો એર કંડિશનરનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ સામાન્ય રીતે લોકો વરસાદમાં AC ચલાવવાથી દૂર રહે છે. તેમના મનમાં એક પ્રશ્ન રહે છે કે શું વરસાદમાં AC ચલાવવાથી કમ્પ્રેસનને નુકસાન થશે? જો તમારા મનમાં પણ આ પ્રશ્ન કે મૂંઝવણ છે, તો તેને દૂર કરીએ...

કોઈ નુકશાન નથી 

વરસાદ પડતો હોય ત્યારે તમારું એર કંડિશનર ચલાવવું સલામત છે. એકલા વરસાદથી તમારા AC યુનિટને નુકસાન નહીં થાય, પછી તે સેન્ટ્રલ સિસ્ટમ હોય કે વિન્ડો યુનિટ. વરસાદ તમારા એસી યુનિટ માટે હાનિકારક નથી. તેના બદલે થોડો વરસાદ AC પર સારી અસર કરી શકે છે. AC યુનિટના કમ્પ્રેસરમાં અટવાયેલો કોઈપણ કચરો અથવા માટીને દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત પૂર જેવી ગંભીર પરિસ્થિતિમાં જો કમ્પ્રેસર પાણીમાં ડૂબી જતું હોય તો શોર્ટ સર્કિટ થઇ શકે છે. જે આખરે યુનિટને નુકસાન પહોંચાડે છે. આથી આવી સ્થિતિ દરમ્યાન ACનો વપરાશ ટાળવો જોઈએ. હળવા વરસાદમાં AC ચલાવવું સલામત છે. 

AC ભેજ ઘટાડે 

વરસાદની મોસમમાં AC જરૂરી છે, કારણ કે તે ભેજમાં ઘટાડો કરે છે. તમે વરસાદમાં AC વાપરી શકો છો. વરસાદથી ACને કોઈ નુકસાન થતું નથી, પરંતુ જો વરસાદ ખૂબ જ ભારે હોય અને યુનિટની આસપાસ પાણી જમા થતું હોય તો તેને બંધ કરીને સાવચેતી દાખવવી જોઈએ. 

વીજળી પડવાનો ડર હોય, તો બંધ કરો

તોફાન જેવા વાતાવરણમાં પણ ACનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ ઘણા લોકો વીજળી પડવાના ભયથી ચાલુ વરસાદમાં  AC વાપરતા જ નથી. વીજળી પડવી એ એક સંભાવના છે, જે ખુબ જ દુર્લભ જોખમ છે. તેમ છતાં પણ ભય હોય તો AC વાપરવાનું ટાળવું જોઈએ.

વાવાઝોડાં દરમિયાન કેટલાક જોખમો

વાવાઝોડાં દરમિયાન AC વાપરવામાં અમુક જોખમ પણ છે. જેમકે સૌથી પહેલા જો તમે AC ચાલુ કરો અને પછી તેને બંધ કરો તો તમને વીજળીનો કરંટ લાગી શકે છે. તેમજ જો ACમાં કોઈ ખામી હોય તો વીજળી પડવાથી પણ નુકસાન થઈ શકે છે. તેથી, વાવાઝોડા દરમિયાન એસી ચલાવતા પહેલા, તમારે આ જોખમો વિશે જાગૃત રહેવું જોઈએ અને સાવચેતી રાખવી જોઈએ.

અન્ય ધ્યાનમાં રાખવા જેવી બાબતો 
- તે સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે કે AC યુનિટ તેના કોંક્રિટ બેઝ સાથે સુરક્ષિત રીતે જોડાયેલું હોય 
- યુનિટની આસપાસના કાટમાળ કે વનસ્પતિની યોગ્ય રીતે સાફ કરતા રહેવું જોઈએ, જેથી યુનિટની આસપાસ પાણી એકઠું ના થાય.
-જો AC એકમ પહેલેથી જ ઢંકાયેલ વિસ્તારમાં હોય, તો ખાતરી કરો કે ડ્રેનેજ છિદ્રો માંથી પાણીનો યોગ્ય નિકાલ થાય 



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/MCID9Xp