
ઈસરો દ્વારા લોન્ચ કરવામાં આવેલ ભારતના પહેલા સૂર્ય મિશન Aditya L1 ને અપડેટ સામે આવી રહ્યું છે. ઈસરો દ્વારા આ મિશનને 2 સપ્ટેમ્બરે શ્રી હરિકોટા ખાતેથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. જેને લઈ ઈસરોએ અપડેટ આપતા જણાવ્યું છે કે, સૂર્ય મિશન Aditya L1 એ પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બીજી છલાંગ સફળતાપૂર્વક લગાવી છે. બેંગલુરુમાં ISRO ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક (ISTRAC) ના વૈજ્ઞાનિકોએ આ માહિતી આપી હતી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, મોરેશિયસ, બેંગલુરુ અને પોર્ટ બ્લેરના ISTRAC/ISRO ગ્રાઉન્ડ સ્ટેશનોએ આ ઓપરેશન દરમિયાન Aditya L1ની સ્થિતિને ટ્રેક કરવામાં આવી હતી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, હવે આદિત્ય L1 282 km x 40225 km ની નવી ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે. આગામી પાંચ દિવસમાં Aditya L1 પૃથ્વી સાથે સંબંધિત તેની ત્રીજી છલાંગ લગાવવાનો પ્રયાસ કરશે. આ માટે સમયગાળો 10 સપ્ટેમ્બરના રોજ રાતે 2.30 વાગ્યે હોય શકે છે.
Aditya-L1 Mission:
— ISRO (@isro) September 4, 2023
The second Earth-bound maneuvre (EBN#2) is performed successfully from ISTRAC, Bengaluru.
ISTRAC/ISRO's ground stations at Mauritius, Bengaluru and Port Blair tracked the satellite during this operation.
The new orbit attained is 282 km x 40225 km.
The next… pic.twitter.com/GFdqlbNmWg
આ તારીખે પાર કરી હતી પ્રથમ ભ્રમણકક્ષા
3 સપ્ટેમ્બરે શ્રીહરિકોટાથી PSLV પર Aditya L1 લોન્ચ થયાના એક દિવસ પછી, ISROએ માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રથમ ભ્રમણકક્ષા સફળતાપૂર્વક પાર કરી છે અને અવકાશયાનને 245 km x 22459 km ની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું છે. Aditya L1ને સૂર્યના વ્યાપક અભ્યાસ માટે મોકલવામાં આવ્યું છે. તે સાત જુદા જુદા પેલોડ વહન કરે છે, પાંચ ISRO દ્વારા સ્વદેશી રીતે વિકસાવવામાં આવ્યા છે અને બે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ISROના સહયોગથી તૈયાર કરવામાં આવ્યા છે.
પૃથ્વીની ભ્રમણકક્ષામાં પસાર કરશે 16 દિવસ
ઈસરોએ કહ્યું કે, Aditya L1એ તેની ભ્રમણકક્ષા બદલી અને બીજી ભ્રમણકક્ષામાં પ્રવેશ કર્યો. Aditya L1 પૃથ્વીની ભ્રમણકક્ષામાં 16 દિવસ પસાર કરશે. આ દરમિયાન તેની ભ્રમણકક્ષામાં પાંચ વખત ફેરફાર કરવા માટે ફાયરિંગ થ્રસટ કરવામાં આવશે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/zFNPtZD
0 Comments