![]() |
| Image:Twitter |
વિશ્વભરમાં જાણીતી કંપની Appleએ ગઈકાલે iPhone 15 Pro અને iPhone 15 Pro Max લોન્ચ કર્યો હતો. કંપનીએ બંને ફોનના ડીઝાઇનથી લઈને ફીચર્સ સુધી તમામ બાબતો પર ફોકસ કર્યો છે. બંને ફોનમાં ટાઈટેનિયમ બોડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે વધુ સારા કેમેરા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. પહેલીવાર Appleએ iPhoneમાં USB Type-C પોર્ટનો ઉપયોગ કર્યો છે, જેનો મતલબ છે કે હવે iPhone યુઝર્સ લેટેસ્ટ એન્ડ્રોઈડ ફોનના ચાર્જરથી પણ iPhone ચાર્જ કરી શકશે.
Introducing iPhone 15 Pro, iPhone 15, Apple Watch Series 9, and Apple Watch Ultra 2. All that and more news from the #AppleEvent.
— Apple (@Apple) September 12, 2023
એક્શન બટન યુઝર્સને ઘણાં નવા એક્સેસ આપશે
Apple દ્વારા લોન્ચ કરવામાં આવેલા iPhone 15 Pro સિરીઝમાં એક્શન બટનનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે યુઝર્સને ઘણાં નવા એક્સેસ આપશે. આ એક બટનમાં ઘણાં કમાંડ સેટ કરી શકાશે. કંપનીનું માનવું છે કે આ ફોન યુઝર્સ માટે ઘણાં ઉપયોગી સાબિત થશે.
iPhone 15 Proના ફીચર્સ
Appleએ iPhone 15 Pro સિરીઝમાં બે હેન્ડસેટ લોન્ચ કર્યા છે અને બંને ફોનમાં સ્ક્રીન સાઈઝ અલગ-અલગ છે. iPhone 15 Proમાં 6.1 ઇંચનો ડિસ્પ્લે અને iPhone 15 Pro Maxમાં 6.7 ઇંચનો સ્ક્રીન ડિસ્પ્લે છે. બંને હેન્ડસેટમાંમાં 120 Hzનો રિફ્રેશ રેટ મળશે જે વધુ સારો ગેમિંગ એક્સપીરિયંસ અને સ્ક્રોલિંગ એક્સપીરિયંસ આપે છે.
જબરદસ્ત કેમેરા સેટઅપ
iPhone 15 Pro સિરીઝમાં બેક પેનલ પર ટ્રિપલ કેમેરા સેટઅપ છે. જેમાં પ્રાઈમરી કેમેરા લેન્સ 48MPનો છે. આમાં 24 mm ફોકલ લેન્થ સાથે f/1.78 અપાર્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ જબરદસ્ત કેમેરા સેટઅપ સાથે 2nd જનરેશન સેન્સર શિફ્ટ OIS આપવામાં આવ્યું છે. ઓપ્ટિકલ ઝૂમ સાથે ફોકસ માટે liDAr સ્કેનર પણ મળશે જે ઓછી લાઈટમાં પણ વધુ સારી ફોટોગ્રાફીનું ફીચર આપશે. બેક પેનલ પર અલ્ટ્રા વાઈડ એંગલ કેમેરા લેન્સ સાથે મેક્રો કેમેરા સેન્સર આપવામાં આવ્યું છે.
iphone 15 Pro સિરીઝની શું છે કિંમતો
iPhone 15 Pro સિરીઝમાં બે મોડલ છે. iPhone 15 Proની શરૂઆતી કિંમત 999 ડોલર રાખવામાં આવી છે. જયારે iPhone 15 Pro Maxની કિંમત 1199 US ડોલર રાખવામાં આવી છે. જો કે અત્યાર સુધી ભારતમાં આ સિરીઝના બંને ફોનની કિંમત સામે આવી નથી.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/KBW3MFx

0 Comments