
નવી દિલ્હી,૨૬ સપ્ટેમ્બર,૨૦૨૩,મંગળવાર
ગત મહિને ચંદ્રયાન-૩ અંર્તગત યાનને ચંદ્રની સપાટી પર ઉતારીને ઇસરોએ મોટી સિધ્ધિ મેળવી હતી.વિક્રમ લેન્ડરે ચંદ્રના દક્ષિણ ભાગમાં સફળતાપૂર્વક સોફટ લેન્ડિંગ કરતા ઇતિહાસ સર્જાયો હતો. વિક્રમ લેન્ડરમાંથી બહાર આવેલા પ્રજ્ઞાાન રોવરે સોલારની મદદથી ૧૪ દિવસ સુધી સંશોધન કરીને ડેટા મોકલ્યા હતા.
પૃથ્વી પરના ૧૪ દિવસ બરાબર ચંદ્ર પરનો એક દિવસ થાય છે એટલે કે પૃથ્વીના હિસાબે ગણતરી કરીએ તો ચંદ્ર પર ૧૪ દિવસ અજવાળું અને ૧૪ દિવસ અંધારુ રહે છે. સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં તાપમાન માઇનસ ૨૦૦ થી ૨૫૦ સેલ્સિયસ જેટલું નીચે ઉતરી જાય છે. આટલા નીચા તાપમાનનો આઘાત સહન કરવા માટે લેડર અને રોવરની બેટરીઓ સક્ષમ નથી. હાલમાં રોવર સુષુપ્ત અવસ્થામાં છે.ચંદ્રની સપાટી પર સૂર્યના કિરણોની હાજરીમાં બેટરીઓ કામ કરતી હશે કે કેમ તે અંગે વૈજ્ઞાાનિકો ચોકકસ કહી શકતા નથી તેમ છતાં આશા છોડી નથી.

૨૨ સપ્ટેમ્બરથી સતત સિગ્નલ મોકલી રહયું છે. ૧૪ દિવસના ગાળા દરમિયાન બેટરીઓ એકટિવ થઇ શકે છે. ઇસરો દ્વારા સતત કમાંડ મોકલવામાં આવી રહયા છે.આ કામમાં બીજા ઓર્બિટર અને ટેલિસ્કોપની મદદ લેવામાં આવી રહી છે. ટુંકમાં લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાાનને ફરી જગાડવા પ્રયાસ થઇ રહયો છે. માઇનસ ૨૦૦ ડિગ્રી ઠંડી ઉપરાંત બીજુ એક અવરોધરુપ કારણ ચર્ચાય છે તે રસપ્રદ છે.
એવું માનવામાં આવે છે કે ચંદ્રની ફરતે ચીન,રશિયા અને જાપાનના કેટલાક સ્પેસ ક્રાફટ ભ્રમણ કરી રહયા છે. આવા સંજોગોમાં ચંદ્રયાન-૩ના સિગ્નલને અવરોધ ઉભો થઇ શકે છે. જો કે આ અંગે ઇસરો દ્વારા કોઇ જ ખુલાસો કરવામાં આવ્યો નથી. પ્રાપ્ત માહિતી અનુસાર ચીનનું લુનાર લેન્ડર ચાગ ઇ-૪ અને રોવર -૨ વર્ષ ૨૦૨૯માં અતિ ઠંડી સહન કરીને ફરી જાગૃતિ થયા હતા. ચીનના રોવર પણ સોલાર બેટરીઓથી જ ચાલતા હતા પરંતુ ચીને પ્લૂટોનિયમ -૨૩૮ ધાતુનો ઉપયોગ કર્યો હતો આથી બહાર કાતિલ ઠંડી હોવા છતાં અંદરથી હીટ જળવાઇ રહેતી હતી.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/TFp5hf1
0 Comments