Image NASA

તા. 9 સપ્ટેમ્બર 2023, શનિવાર 

નાસાએ આજે મહત્વપુર્ણ જાણકારી આપતા કહ્યું હતુ કે મંગળ પર માનવજીવન શક્યતા જોવા મળી રહી છે. આગામી સમયમાં મંગળ ગ્રહ પર માનવ વસ્તી વસવાટ કરી શકે તે માટે મોટાભાગના દેશોની સ્પેસ એજન્સીઓ સહિત વૈજ્ઞાનિકો ભરપુર પ્રયાસો કરી રહ્યા છે. ખાસ કરીને ભારતીય સ્પેસ એજન્સી ISRO દ્વારા  મંગળ પર માનવજીવન શક્યતા બાબતે વિશેષ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તો અમેરિકી સ્પેસ એજન્સી NASA તેમજ અબજોપતિ એલન માસ્ક પણ મંગળ પર માનવ જીવન માટે પ્રયાસો કરી રહ્યા છે. 

મંગળ ગ્રહ પર સફળતાપૂર્વક ઓક્સિજન તૈયાર કરવામાં આવ્યું છે

એક માહિતી પ્રમાણે મંગળ ગ્રહ પર ઓક્સિજન નથી તેથી ત્યાં માનવ જીવનની શક્યતા નથી તેવા અહેવાલ મળ્યા હતા. ત્યારે હવે એવા અહેવાલો મળી રહ્યા છે કે, મંગળ ગ્રહ પર સફળતાપૂર્વક ઓક્સિજન તૈયાર કરવામાં આવ્યું છે, તેથી હવે આગામી સમયમાં મંગળ ગ્રહ પણ માનવ વસ્તી પણ રહી શકે તવી શક્યતા છે. આ પડકારને પાર પાડવામાં નાસાએ મોટી સફળતા મેળવી છે. 

નાસા દ્વારા સતત પ્રયાસ કરવાને અંતે મંગળ પર માનવ જીવનના દ્વાર ખુલ્લા થયા

નાસાએ તેના એક બ્લોકમાં જણાવ્યું છે કે, હવે મંગળ ગ્રહ પર સફળતાપૂર્વક ઓક્સીજન તૈયાર કરવામાં આવ્યું છે. નાસાનું પરસિવરેંસ રોવર મંગળ ગ્રહ પણ ભ્રમણ કરી રહ્યું છે. નાસાએ જણાવ્યું કે, રોવર દ્વારા ઓક્સિજન ઉત્પન્ન કરવા માટે એક પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેમાં સંપૂર્ણરીતે સફળતા મળી રહી છે. આમ લાલ ગ્રહ પર ઓક્સીજન તૈયાર કરવામાં આવ્યો છે. નાસા દ્વારા સતત પ્રયાસ કરવાને અંતે મંગળ પર માનવ જીવનના દ્વાર ખુલી ગયા છે. 

આ રીતે બનાવવામાં આવ્યુ મંગળ ગ્રહ પર ઓક્સિજન

નાસાએ આ બાબતે વધુ વાત કરતા કહ્યુ કે, મંગળ ગ્રહ પર રોવર સાથે MOXIE મોકલવામાં આવ્યું છે. અમેરિકી મૈસાચુસેટ્સ ઈન્ટીટ્યૂટ્સ ઓફ ટેકનોલોજીએ માઈક્રોવેવ-ઓવન સાઈઝનું ડિવાઈસ બનાવ્યું છે. જેને MOXIE તરીકે ઓળખવામાં આવે છે. જેના દ્વારા જ મંગળ ગ્રહ પર મળી આવેલ કાર્બન ડાયોક્સાઈડથી ઓક્સીજન તૈયાર કરવામાં આવ્યું છે.  સ્પેસ એજન્સીએ કહ્યું કે, આનો પ્રયોગ કર્યા બાદ જાણવા મળ્યું કે, મંગળ ગ્રહના વાતાવરણમાં હાજર ડાયોક્સાઈડને ઓક્સીજનમાં ટ્રાન્સફર કરી શકાય છે. આ સંશોધન આગામી મંગળ મિશનને વધુ સરળ બનાવે તેવી આશા રાખવામાં આવી રહી છે. 




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/A7RC6Ua