Image Source: Freepik

અમદાવાદ, તા. 11 સપ્ટેમ્બર 2023 સોમવાર

ઘણી વખત લોકો એ વાત અંગે પરેશાન થાય છે કે તેમની કારથી ખૂબ ઓછી એવરેજ મળે છે. જો અમુક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો પછી કારની એવરેજ કોઈપણ ખર્ચ કર્યા વિના વધારી શકાય છે. 

ટાયરનું ખાસ ધ્યાન રાખો

જ્યારે પણ કાર ચલાવો ત્યારે કાર અને રસ્તાની વચ્ચે સંપર્ક જાળવી રાખવાનું કામ ટાયર કરે છે. જો ટાયરમાં ઓછી હવાનું પ્રેશર હશે તો આનાથી એન્જીનને વધુ ક્ષમતાથી કામ કરવુ પડે છે. જે માટે એન્જીનને વધુ ઈંધણની જરૂર પડે છે. આ પ્રકારે કાર ચલાવવા પર એવરેજ ઘટી જાય છે. તેથી જ્યારે પણ કાર ચલાવો ત્યારે હંમેશા કારના ટાયરમાં યોગ્ય પ્રેશરમાં હવા ભરાવો. 

સમયસર સર્વિસ

અમુક લોકો પોતાની કારને માત્ર ચલાવે છે પરંતુ કારની સર્વિસ સમયસર કરાવતા નથી. આવુ કરવાથી પણ કારની એવરેજ ખરાબ થઈ શકે છે. એન્જીન ઓયલ ખરાબ થઈ જાય અને એર ફિલ્ટરની સાથે જ ઓયલ ફિલ્ટર પણ ખરાબ થઈ જાય તો પછી કાર વધુ ઈંધણનો વપરાશ કરવા લાગે છે. જેનાથી એવરેજ ઘટી જાય છે. તેથી કારની સર્વિસ હંમેશા સમયસર કરાવવી જોઈએ. 

વધુ સ્પીડે કાર ન ચલાવવી

કારને હંમેશા વધુ સ્પીડે ચલાવવા પર પણ એવરેજ ઘટી જાય છે. જો તમે હાઈવે પર કારને ચલાવો છો તો હંમેશા 80થી 100 કિલોમીટરની સ્પીડની વચ્ચે જ કારને ચલાવવી જોઈએ. શહેરમાં 40થી 50 કિલોમીટરની સ્પીડથી કારને ચલાવવા પર સૌથી શ્રેષ્ઠ એવરેજ મળે છે.

બ્રેકનો યોગ્ય ઉપયોગ

જ્યારે પણ કારને ચલાવો તો હંમેશા બ્રેકનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. ખોટી રીતે કારની બ્રેક લગાવવી કે અચાનક બ્રેક લગાવવાના કારણે પણ ઈંધણનો વપરાશ વધી જાય છે. તેથી જ્યારે પણ કારને ચલાવો તો હંમેશા સ્પીડ ઓછી કરીને જ બ્રેક લગાવવી જોઈએ. 



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/RpXr4N1