(IMAGE CREDIT- JOBY AVIVATION)

NASA Electric Air Taxi Testing In US: એર ટેક્સી એક એવો શબ્દ છે જે સંભાળીને એવું લાગે કે હવામાં ઉડતી ટેક્સી. જે હવે હકીકત બનવા જઈ રહી છે અને અમેરિકી એરફોર્સને પ્રથમ એર ટેક્સી ડીલીવર કરવામાં આવી છે. કેલીફોર્નીયાની Joby Aerospace એ હાલમાં જ જાણકારી આપી હતી કે યુનાઇટેડ સ્ટેટ્સ એરફોર્સને ઇલેક્ટ્રિક એર ટેક્સી ડીલીવર કરવામાં આવી છે. 

નેશનલ એરોનોટીક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA)એ એરફોર્સના AFWERX પ્રોગ્રામ અંતર્ગત એક કરાર કરવામાં આવ્યો છે. આ કરાર મુજબ નાસા દ્વારા એક ટેસ્ટ કરવામાં આવશે અમેરિકાના એર સ્પેસમાં કેટલા વ્હીકલ સમાઈ શકે છે. 

નાસા કરશે ઇલેક્ટ્રિક એર ટેક્સીનું ટેસ્ટીંગ 

નાસાની એડવાન્સ એર મોબીલીટી (AAM) મિશનના ઈન્ટીગ્રેશન મેનેજર પરિમલ કોપારડેકર પ્રેસ મીટમાં જણાવ્યું હતું કે  AFWERX, યુએસએ એરફોર્સ રિસર્ચ લેબોરેટરીનું ટેકનોલોજી ડીરેક્ટોરેટ અને યુએસ એરફોર્સની ઇનોવેશન વિંગ પણ છે. નાસા ને  AFWERX વચ્ચે એડવાન્સ એર મોબીલીતી બાબતે કોલેબોરેશન છે. જે બાબતે ઝડપી ગ્રોથ કરવા લેટેસ્ટ રિસોર્સ અને બેસ્ટ ટેલેન્ટ સાથે કામ કરવામાં આવે છે. 

એરક્રાફ્ટના ટેસ્ટીંગ પર 2024થી કામ શરુ થશે 

2024 શરુ થતા જ નાસાના પાયલોટ અને રિસર્ચર જોબી એરક્રાફ્ટના ટેસ્ટીંગ પર કામ કરશે. આ ઉપરાંત નાસા એર ટ્રાફિક મેનેજમેન્ટ, ફ્લાઈટ પ્રોસીજર અને ગ્રાઉન્ડ બેઝ્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ કામ કરશે. દુનિયાની સૌથી મોટી સ્પેસ એજન્સીમાં માત્ર નાસા તેના પાઇલોટ અને એડવાન્સ્ડ હાર્ડવેર ટેકનોલોજી જેવી પોતાની મોબાઇલ ઓપરેટિંગ સુવિધાનો ઉપયોગ કરશે.

સૌથી વધુ ઉપયોગ ઈમરજન્સીમાં કરાશે

ઇલેક્ટ્રિક એર ટેક્સીનો સૌથી વધુ ઉપયોગ જંગલમાં લાગેલી આગ, મેડીકલ સપ્લાય ડીલીવરી જેવી  ઈમરજન્સી સિચ્યુએશનમાં કરવામાં આવશે. નાસાને આશા છે કે આ ટેકનોલોજીનો ભવિષ્યમાં વધુ સારી રીતે ઉપયોગ કરવામાં આવે જેથી એર ટેક્સી અને ડ્રોન ઉદ્યોગનો વિકાસ થાય. 


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/yNDrBQJ