
What Is emoji kitchen: શું તમે પણ ચેટીંગ દરમ્યાન ઈમોજીનો ઉપયોગ કરો છો. ઈમોજી વર્ચ્યુઅલ વર્લ્ડમાં યુઝરના મૂડ અને ફેશિયલ એક્સપ્રેશન દર્શાવવાની સૌથી પોપ્યુલર રીત છે. વર્તમાનમાં ગૂગલનું આ ઈમોજી કિચન લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે. હવે પ્રશ્ન એ પણ થાય કે ઈમોજીનો ઉપયોગ તો ચેટીંગ એપ્સમાં શરૂઆતથી જ આવે છે, તો ગૂગલે ઈમોજી કિચનમાં શું ખાસ છે. જાણીએ આ પ્રશ્નનો જવાબ ગૂગલના આ 25માં બર્થ ડે પર.
મૂડના હિસાબે તૈયાર થાય છે નવું ઈમોજી
WhatsApp માં ચેતિંહ દરમ્યાન બધા ઈમોજી વાપરતા જ હોય છે પણ ક્યારેક એવું પણ બને છે કે મૂડ કે મોમેન્ટના હિસાબે ઈમોજી ક્યારેક સમયસર મળતા નથી. કારણકે WhatsApp જેવા એપ પર ઈમોજી પેહેલાથી જ તૈયાર હોય છે.
જયારે બીજી બાજુ Google ઈમોજી કિચનમાં તમે તમરુ ખુદનું ઈમોજી તૈયાર કરી શકો છો. Googleના આ નવા ફીચરમાં યુઝર પોતા મૂડ અને મોમેન્ટ પ્રમાણે બે ઈમોજીને ભેગી કરીને ત્રીજી નવી ઈમોજી બનાવી શકે છે.
બધી જ જગ્યાએ કરી શકાય છે ઉપયોગ
WhatsApp ઈમોજીને માત્ર WhatsApp ચેટીંગ એપમાં જ ઉપયોગ કરી શકાય છે. જયારે Google ઈમોજી કિચનમાં તૈયાર કરેલી ઈમોજીનો ઉપયોગ બધા જ એપમાં કરી શકાય છે. WhatsApp માં પણ ઈમોજી કિચનમાં તૈયાર કરેલી ઈમોજીનો ઉપયોગ કરી શકાય છે.
ઈમોજી કિચનનો ઉપયોગ કઈ રીતે કરી શકાય?
Google ઈમોજી કિચનનો ઉપયોગ Google સર્ચ સાથે કરી શકાય છે. ઈમોજીની આ સુવિધા માત્ર Google સર્ચ એન્જીન પર જ ઉપલબ્ધ છે. Google સર્ચ એન્જીન પર ઈમોજી કિચન ટાઇપ કરવાથી ઈમોજી ઓનલાઈન તૈયાર કરી શકાય છે. ઈમોજી કિચન પર કોપી ઓપ્શનની સાથે નવી ઈમોજી કોઈ પણ જગ્યાએ પેસ્ટ કરી શકાય છે.
બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/xdInkgQ
0 Comments