
ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3ના સફળ સોફ્ટ લેન્ડિંગ પછી, ઈસરોનું સૂર્ય મિશન આદિત્ય L1 તૈયાર છે. આજે આ મિશન સવારે 11:50 વાગ્યે શ્રીહરિકોટા, આંધ્રપ્રદેશના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. પૃથ્વીથી સૂર્યનું અંતર 1.4 મિલિયન કિલોમીટર છે, એટલે કે તે ચંદ્ર કરતાં 4 ગણું વધુ દૂર છે. PSLVને આદિત્ય-એલ1ને ભ્રમણકક્ષામાં મૂકવામાં માત્ર એક કલાકનો સમય લાગશે.
ISROના ADITYA-L1 સાથે આ મિશન પણ ઘરાવે છે ઘણી સામ્યતાઓ
NASA અને યુરોપિયન સ્પેસ એજન્સી (ESA)એ મળીને સૌર અને હેલિઓસ્ફેરિક ઓબ્ઝર્વેટરી (SOHO) મિશન 1995 માં શરૂ કર્યું હતું. તે પૃથ્વી-સૂર્ય સિસ્ટમના L1 બિંદુ પર મૂકવામાં આવ્યું હતું. આ મિશન હાલના ISROના ADITYA-L1 સાથે ઘણી સામ્યતા ઘરાવે છે. SOHO એ અત્યાર સુધીનું સૌથી લાંબા સમય સુધી ટકી રહેનાર સૂર્ય-દર્શન સેટેલાઈટ છે. આ અવકાશયાનએ 11-વર્ષના બે સૌર ચક્રનું અવલોકન કર્યું છે અને આ સમયગાળા દરમિયાન હજારો ધૂમકેતુઓ શોધ્યા છે.

NASA અને ESA ના મિશનથી અલગ છે ADITYA-L1
જો કે, ઘણા ભારતીય ભૌતિકશાસ્ત્રીઓ માને છે કે, ADITYA-L1 મિશન અને તેનું પેલોડ NASA-ESA ના SOHO કરતાં ઘણું સારું છે. એટલે કે ભારતનું આ મિશન નાસા અને યુરોપીયન એજન્સીઓના મિશનને પાછળ છોડી દેશે. પ્રોફેસર રમેશે કહ્યું, ગ્રહણ દરમિયાન, ચંદ્ર ફોટોસ્ફિયરને સંપૂર્ણપણે આવરી લે છે અને જ્યાંથી તે શરૂ થાય છે ત્યાંથી આપણે સૌર કોરોનાને બરાબર જોઈ શકીએ છીએ. જ્યારે આપણે તેને કૃત્રિમ રીતે કરવાનો પ્રયાસ કરીએ છીએ, તો આ માટે, આપણે એક ઓક્યુલ્ટીંગ ડિસ્ક મૂકવી પડશે. ઓક્યુલ્ટીંગ ડિસ્કનું કદ ખૂબ મહત્વનું છે, પછી ભલે તે ફોટોસ્ફીયર જેટલું જ હોય કે તેનાથી મોટુ હોય. ઓક્યુલ્ટીંગ ડિસ્કનું કદ ફોટોસ્ફીયર જેટલું ન હોવાને કારણે કેટલીક સમસ્યાઓ ઊભી થાય છે. તેથી જ અગાઉના NASA અને ESA મિશન કોરોનાનું યોગ્ય રીતે નિરીક્ષણ કરી શક્યા ન હતા. પ્રોફેસર રમેશની ટીમે ADITYA-L1નું પ્રાથમિક પેલોડ, વિઝિબલ એમિશન લાઇન કોરોનોગ્રાફ (VELC) ડિઝાઇન અને વિકસાવ્યું છે.
NASA-ESAના મિશનથી પણ ધરાવે છે વધારે સારી લાક્ષણિકતાઓ
તેમણે કહ્યું કે, NASA-ESA દર 15 મિનિટે એક ફોટો ક્લિક કરવામાં સક્ષમ હતા. ઈસરોનું આ મિશન દર મિનિટે સોલાર કોરોનાનો ફોટો ક્લિક કરશે. કોઈપણ તીવ્ર ફેરફારોને ખૂબ જ અસરકારક રીતે કેપ્ચર કરી શકશે. અમે પોલારીમીટર નામનું એક સાધન પણ મોકલી રહ્યા છીએ, જે ચુંબકીય ક્ષેત્રમાં થતા ફેરફારો પર નજર રાખશે. તે સૌર વિસ્ફોટ ક્યારે થશે તેની પ્રારંભિક ચેતવણી આપી શકે છે. તેથી જ વિશ્વભરના સૌર ભૌતિકશાસ્ત્રીઓ ADITYA-L1 તરફથી આવતા ડેટાને નજર ટકાવી બેઠા છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/wxW1UHE
0 Comments