
- ઇસરો લેન્ડર, જે.એ.એકસ.એ. રોવર, ઇ.એસ.એ. ઓબ્ઝર્વેશન ઇન્સ્ટ્રુમેન્ટ્સ બનાવશે: ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર વિશેષ સંશોધન થશે
- જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી (જે.એ.એક્સ.એ.)નું સૂચિત રોવર
બેંગલુરુ/મુંબઇ : ચંદ્રયાન-૩ની ઉજળી સફળતા બાદ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને (ઇસરો) હવે ચંદ્રયાન-૪ પ્રોજેક્ટની પણ તૈયારી શરૂ કરી દીધી છે. ચંદ્રયાન-૪ પ્રોજેક્ટ જોકે ફક્ત ભારતનો નહીં પણ ઇન્ટરનેશનલ મિશન છે.
ઇસરોનાં સૂત્રોએ એવી સ્પષ્ટતા કરી છે કે ચંદ્રયાન-૪ પ્રોજેક્ટમાં જાપાનની જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી (જે.એ.એક્સ.એ.) અને યુરોપિયન સ્પેસ એજન્સી (ઇ.એસ.એ.) પણ જોડાયેલાં છે. એટલે ચંદ્રયાન-૪ પ્રોજેક્ટનું સાચું નામ લ્યુનાર પોલાર એક્સપ્લોરેશન મિશન (એલ.યુ.પી.ઇ.એક્સ.-લ્યુપેક્સ) છે. ભારતમાં ચંદ્રયાન-૪ પ્રોજેક્ટ તરીકે જ ઓળખાશે. લ્યુપેક્સ મિશન ૨૦૨૬-૨૮માં પૂરું થવાની શક્યતા છે.
જે.એ.એક્સ.એ.ની વિજ્ઞાનીઓ ઇનોઉ હિરોકા અને ફુજિયોકા નાત્સૂએ એવી માહિતી આપી હતી કે લ્યુપેક્સ મિશનનો હેતુ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર વિશેષ સંશોધન કરવાનો છે.અમા તો ભારતના ચંદ્રયાન-૩ના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર બંને વૈજ્ઞાનિક ઉપકરણે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર બહુ વિશિષ્ટ અને ઉપયોગી સંશોધન કર્યું છે. ખાસ કરીને પ્રજ્ઞાન રોવરે તો ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સલ્ફર, મેંગેનીઝ, સિલિકોન,આયર્ન વગેરે ખનિજ તત્ત્વો શોધ્યાં છે.સાથોસાથ ચંદ્રના દક્ષિણ ધ્રુવની માટીમાં ઓક્સિજનના અંશ પણ હોવાનું બહુ મહત્વનું સંશોધન કર્યું છે.
હવે અમે લ્યુપેક્સ મિશનમાં એક કદમ આગળ વધીને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર વધુ સંશોધન કરીશું. ખાસ કરીને ચંદ્રના દક્ષિણ ધ્રુવની જમીનમાં જળના અંશ વિશે મહત્વનું સંશોધન થશે.અમારા સહિયારા મિશનમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડર અને રોવર બંને ઉતારીશું.
ઇસરો લેન્ડર તૈયાર કરશે,અમારી જે.એ.એક્સ.એ. રોવર બનાવશે, જ્યારે યુરોપિયન સ્પેસ એજન્સી અમુક ઓબ્ઝર્વેશન ઇન્સ્ટ્રુમેન્ટ્સ બનાવશે. આ ઓબ્ઝર્વેશન ઇન્સ્ટ્રુમેન્ટ્સ રોવરના ઉપરના હિસ્સામાં ગોઠવવામાં આવશે.
ઇસરોનાં સૂત્રોના કહેવા મુજબ લ્યુપેક્સ મિશનનું એટલે કે અવકાશ યાનનું કુલ વજન ૬,૦૦૦ કિલો હશે. અવકાશ યાનમાંનાં વૈજ્ઞાનિક ઉપકરણોનું વજન ૩૫૦ કિલો હશે. લ્યુપેક્સ મિશન સફળ થશે તો જે.એ.એક્સ.એ. તેના રોવરની મદદથી ચંદ્રની માટીમાં જળના અંશ છે કે કેમ અને હોય તો તેનું પ્રમાણ કેટલું છે તેનું વિશિષ્ટ સંશોધન થશે.ઉપરાંત,ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ૧.૫ મીટર ઉંડો ખાડો ખોદીને તેમાંથી માટીના નમૂના પૃથ્વી પર લાવશે. આ કામગીરી માટે ગ્રાઉન્ડ પેનીટ્રેટિંગ રાડાર (જી.પી.આર.) નામના આધુનિક વૈજ્ઞાનિક ઉપકરણની પણ મદદ લેવાશે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/uaOXioD
0 Comments