Image Twitter 

તા. 9 ઓક્ટોબર 2023, સોમવાર 

AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ (Artificial Intelligence) ટુલ્સની આ વર્ષની શરુઆતથી જ ચર્ચામાં છે. ઈન્ટરનેટ, સ્માર્ટફોન પછી હવે AI ટેકનોલોજી છે, જેની ચારેય તરફ ચર્ચાઓ થઈ રહી છે. હાલમાં જ એક AI ટુલ દ્વારા ભૂકંપ (Earthquake) બાબતે કરેલી આગાહી લગભગ 70 ટકા સાચી પડી છે. આ AI ટુલનો ટ્રાયલ ગયા મહિનાથી ચીન (China)માં થઈ રહ્યો છે.

AI 200 માઈલ અથવા 320 કિલોમીટરની રેંજમાં 14 ભૂકંપની માહિતી આપવામાં સફળ રહ્યું 

યુનિવર્સિટી ઓફ ટેક્સાસે કહ્યું કે સાપ્તાહિક ફોરકાસ્ટમાં AI એ 200 માઈલ અથવા 320 કિલોમીટરની રેંજમાં 14 ભૂકંપની માહિતી આપવામાં સફળ રહ્યુ હતું. AI ટુલે આ ભૂકંપની તીવ્રતાની પણ સચોટ માહિતી આપી હતી. 

AI અત્યારે પરફેક્ટ નથી, તેણે એક ભૂકંપ મિસ કરી દીધો હતો, જ્યારે 8 ની ખોટી જાણકારી આપી

જો કે આ AI અત્યારે પરફેક્ટ નથી, તેણે એક ભૂકંપ મિસ કરી દીધો હતો, જ્યારે 8 ની ખોટી જાણકારી આપી હતી. આ AI ટુલને રિયલ ટાઈમ સીસ્મિક ડેટાના આધારે સ્ટેટિક બંપ ડિટેક્ટ કરવા માટે ટ્રેન કરવામાં આવ્યો હતો. સંશોધકોએ આ ડેટાને અગાઉના ભૂકંપના જોડ્યા હતા. સંશોધકોએ કહ્યું કે આ ટુલ એક સિંપલ મશીન લર્નિંગ મેથડને ફોલો કરે છે.

AI પૃથ્વીની ગડગડાટ સાંભળીને આવનારા ભુંકપની આગાહી કરે છે

સંશોધકના આ રિપોર્ટને સીસ્મોલોજી સોસાયટી ઓફ અમેરિકામાં છાપવામાં આવ્યો હતો. આ AI ને ભૂકંપની ફિઝિક્સના આધારે સ્ટેટિકલ ફિચર્સનો એક સેટ આપવામાં આવ્યો હતો. પછી તેને છેલ્લા 5 વર્ષના સીસ્મિક રેકોર્ડના ડેટાબેસના આધારે ટ્રેન કરવામાં આવ્યું હતું. ટ્રેનિંગ પુરી થયા પછી AI ટુલ પૃથ્વીની ગડગડાટ સાંભળીને આવનારા ભુંકપની આગાહી કરે છે. 



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/jlFtUy4