
- અમેરિકામાં 45 હજાર મહિલાઓ પર અભ્યાસ કરાયો
- ગર્ભાવસ્થા દરમ્યાન ગાઈડલાઈન્સનું યોગ્ય પાલન કરવાથી સંભવિત જોખમ સામે રક્ષણ મળી શકે
નવી દિલ્હી : ધ લેન્સેટ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં સગર્ભાવસ્થા દરમ્યાન વધુ પડતો વજન વધારો અને સગર્ભા સ્ત્રીઓ માટે લાંબા ગાળાના સ્વાસ્થ્ય જોખમો વચ્ચેની કડી જોવા મળી છે.
પચાસ વર્ષ દરમ્યાન ૪૫ હજારથી વધુ મહિલાઓના ડેટાનું પૃથ્થકરણ કરતા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકોએ ભલામણ કરતા વધુ વજન વધાર્યું છે તેમને જીવનમાં પાછળથી હૃદયરોગ અને ડાયાબિટીસનું જોખમ વધી ગયું છે.
સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન મુજબ, યુનિવસટી ઓફ પેન્સિલવેનિયાની પેરેલમેન સ્કૂલ ઓફ મેડિસિનના સંશોધકોએ શોધ્યું છે કે ગર્ભાવસ્થા દરમ્યાન વજન વધારવાની માર્ગદશકા અનુસરવાથી સંભવિત સ્વાસ્થ્ય જોખમો સામે રક્ષણ મળી શકે છે, જે સ્ત્રીના પૂર્વ-ગર્ભાવસ્થાના બોડી માસ ઈન્ડેક્સ (બીએમઆઈ)ના આધારે બદલાય છે. જોકે સંશોધકોની ટીમના જણાવ્યા અનુસાર, ગર્ભાવસ્થા પહેલાં મેદસ્વી હતી તેવી સ્ત્રીઓમાં કોઈ વધારે જોખમ જોવા મળ્યું નથી.
યુ.એસ.માં સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) દ્વારા દર્શાવેલ સગર્ભાવસ્થા દરમ્યાન વજન વધારવા અંગેની માર્ગદશકા ''ઓછું વજન ધરાવતી''સ્ત્રીઓમાં ૧૨.૫-૧૮ કિલો અને ''સ્થૂળ'' સ્ત્રીઓમાં ૫-૧૦ કિલોથી વધુ વજન ન વધારવાની ભલામણ કરે છે.
સંશોધકોએ શોધી કાઢ્યું છે કે ગર્ભાવસ્થા અગાઉ જરૂર કરતા ઓછું વજન ધરાવતી મહિલાઓનું વજન ગર્ભાવસ્થા દરમ્યાન ભલામણથી વધુ વધે ત્યારે હૃદયરોગથી થતા મૃત્યુનું જોખમ ૮૪ ટકા વધી જાય છે.
સામાન્ય બીએમઆઈ ધરાવતી મહિલાઓમાં અન્ય કોઈ કારણસર મોતનું જોખમ નવ ટકા વધી ગયું હતું જ્યારે ભલામણથી વધુ વજન વધે તો મોતનું જોખમ ૨૦ ટકા વધુ થયું હતું.
તારણો માત્ર ટૂંકા ગાળાના માતા અને ગર્ભના સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ માતાની લાંબા ગાળાની સુખાકારી માટે પણ ગર્ભાવસ્થા દરમ્યાન તંદુરસ્ત વજન જાળવવાના મહત્વ પર ભાર મૂકે છે.
હવે પચાસ ટકાથી વધુ સગર્ભા મહિલાઓ ભલામણ કરાયેલથી વધુ વજન ધરાવતી હોવાથી આ તારણો બહેતર જાગૃકતા અને મહિલાઓ તેમજ તેના સંતાનો માટે સ્વસ્થ પરિણામ સુનિશ્ચિત કરવાની જરૂર પર ભાર મુકે છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/5bvkqnS
0 Comments