
Image Source: Twitter
- મસ્કે રશિયા અને ચીન વચ્ચે વિકસિત થઈ રહેલા સબંધો અંગે ચિંતા વ્યક્ત કરી
નવી દિલ્હી, તા. 25 ઓક્ટોબર 2023, બુધવાર
Image Source: Twitter
ટેસ્લાના CEO અને અબજોપતિ એલોન મસ્કે ઈઝરાયેલ-હમાસ સંઘર્ષની વચ્ચે ત્રીજા વિશ્વયુદ્ધની આશંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ઈઝરાયેલ-હમાસ સંઘર્ષના કારણે માત્ર અમેરિકા જ ત્રીજા વિશ્વયુદ્ધ તરફ નથી વધી રહ્યું પરંતુ સમગ્ર માનવ સભ્યતા જોખમમાં પડી શકે છે. મસ્કે અમેરિકાને યુક્રેન સાથે શાંતિ બનાવી રાખવા અને રશિયા સાથે સામાન્ય સબંધો ફરીથી સ્થાપિત કરવાનો રસ્તો કાઢવા માટે કહ્યું છે.
મસ્કે ત્રીજા વિશ્વ યુદ્ધની આપી ચેતવણી
ટેસ્લાના CEOએ ડેવિડ સૈક્સ દ્વારા આયોજિત વિનાશકારી ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વિશે પેનલમાં વિવેક રામાસ્વામી સાથે આ વાત કહી હતી. સ્પેસએક્સના CEOએ કહ્યું કે, સંયુક્ત રાજ્ય અમેરિકા વિશ્વ યુદ્ધ-3 માં પોતાની રાહ બનાવી રહ્યું છે. તેમણે કહ્યું કે, તેના કારણે ચાલી રહેલા યુદ્ધથી સમગ્ર સભ્યતા જ જોખમમાં પડી શકે છે. મસ્કે ચેતવણી આપી કે, જો વૈશ્વિક સ્તરે લડાઈ છેડાઈ તો એક મોટા પાયે લડાઈ થઈ શકે છે.
રશિયા અને ચીનના સબંધો પર વ્યક્ત કરી ચિંતા
એક્સના માલિક મસ્કે ક્ષેત્રીય સંઘર્ષોને વૈશ્વિક સંઘર્ષોમાં વધવાથી રોકવા માટે અમેરિકી વિદેશ નીતી પર પ્રકાશ પાડ્યો છે. મસ્કે રશિયા અને ચીન વચ્ચે વિકસિત થઈ રહેલા સબંધો અંગે ચિંતા વ્યક્ત કરી. તેમની આ ટિપ્પણીઓ યુક્રેન પર રશિયાના આક્રમણ અને ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ વચ્ચે આવી છે.
મસ્કનું કહેવું છે કે, વિશાળ કાચા માલસામાન વાળુ રશિયા અને નોંધપાત્ર ઔદ્યોગિક ક્ષમતા વાળા ચીન વચ્ચે મજબૂત ગઠબંધન સંયુક્ત રાજ્ય અમેરિકા માટે મહત્વપૂર્ણ પડકાર ઊભો કરી શકે છે. તેમનું માનવું છે કે, અમેરિકી સરકારે એવા કામ કરવાનું બંધ કરવું જોઈએ જે રશિયાને ઈરાન અને ચીનની નજીક લાવે. તેના બદલે અમેરિકાએ યુક્રેનને શાંતિ સ્થાપિત કરવા અને રશિયા સાથે ફરી મિત્રતા કરવામાં મદદ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
મસ્ક વિવેક રામાસ્વામીના પ્રસ્તાવથી સહમત જણાયા
ચર્ચા દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર વિવેક રામાસ્વામીએ એક રણનીતિનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે કહ્યું કે યુક્રેનને રશિયા દ્વારા તેમની પાસેથી લીધેલી કેટલીક જમીન પાછી આપી દેવી જોઈએ અને તેના બદલામાં રશિયાએ ચીન સાથે સૈન્ય સામગ્રી પર કામ કરવાનું બંધ કરી દેવું જોઈએ. એલોન મસ્ક આ વિચાર સાથે સહમત જણાયા અને કહ્યું કે, યુક્રેનની સરહદોને હવે એક સ્થાયી રેખા બનાવી શકાય જ્યાં કોઈ લડાઈ ન થાય.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/U89LfJ0
0 Comments