![]() |
| Image Envato |
તા. 7 ઓક્ટોબર 2023, શનિવાર
જ્યારે પણ આપણે પ્લેનમાં મુસાફરી કરતા હોઈએ છીએ ત્યારે એરક્રાફ્ટની અંદર વધારે ફરવાની જરુર હોતી નથી અને તેના માટે કોઈને મોકો પણ નથી મળતો. એરક્રાફ્ટમાં એક એવો રુમ હોય છે, જેના વિશે મોટાભાગના લોકોને તેના વિશે વધુ માહિતી નથી હોતી. કારણ કે તે એક સીક્રેટ રુમ કહેવાય છે.
ક્યા હોય છે હવાઈ જહાજમાં સીક્રેટ રુમ
આ સીક્રેટ રુમ મોટાભાગે એરક્રાફ્ટ બોઈંગ 777 અને 787માં બનાવવામાં આવતો હોય છે. દરેક પ્લેનમાં આ એક સીક્રેટ રુમ હોય છે, જ્યા મુસાફરોને એન્ટ્રી નથી હોતી. આ હવાઈ જહાજમાં એક સીક્રેટ સીડી હોય છે જે અંદર હોવાથી કોઈ જોઈ શકતું નથી. અને તે બારીવગરના એક કેબીન બાજુ જતી હોય છે. આ જ જગ્યાએ હવાઈ જહાજનો સીક્રેટ રુમ હોય છે. પરંતુ ત્યા મુસાફરોને એન્ટ્રી આપવામા આવતી નથી. તેના એક્સેસ માટે પણ સીક્રેટ કોડ હોય છે અને તેનો ઉપયોગ ક્રુ મેમ્બર્સ જ કરી શકે છે. આ સીડીઓ કોકપિટ પાસે જ હોય છે અને તે સામાન્ય દરવાજાની જેમ જ દેખાય છે. દરેક એરક્રાફ્ટમાં સીડી નથી હોતી પરંતુ સીક્રેટ રુમ દરેક હવાઈ જહાજમાં હોય છે.
શું હોય છે આ ગુપ્ત રુમમાં
આ ગુપ્ત રુમમાં લગભગ 10 બેડ લગાવેલા હોય છે અને દરેક કેબિનને પડદાની મદદથી એક-બીજાથી અલગ કરવામાં આવેલા હોય છે. આમાં રીડિંગ લાઈટ, બેગના હુક, કાચ અને હેન્ડ બેગના લગેજ માટે સ્ટોરેઝ હોય છે. જેમા કંબલ અને ઓશિકા પણ હોય છે. આ રુમમાં ક્રુ મેમ્બર અને પાયલોટ માટે આરામ કરવાની જગ્યા હોય છે. સામાન્ય રીતે આ હવાઈ જહાજની અંદર એકબીજા ઉપર લગાવેલા હોય છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/smThVcR

0 Comments