What Is Contact Key Verifications: વિપક્ષના ઘણા નેતાઓ દ્વારા મંગળવાર સવારથી ફોન હેકિંગના સ્ક્રીનશોટ શેર કરે છે. એપલ દ્વારા મોકલવામાં આવેલી નોટિફિકેશનમાં યુઝર્સને સરકાર દ્વારા કરવામાં આવેલા હેકિંગના એલર્ટ આપવામાં આવે છે. આ પ્રકારના મેસેજ વિપક્ષ નેતાઓ TMC સાંસદ મહુઆ મોઇત્રા, શિવસેના નેતા પ્રિયંકા ચતુર્વેદી અને કોંગ્રેસ પવન ખેડા સામેલ છે. જો કે આ બાબતે જાણકારી મળી છે કે આ અલગોરિધમ માલફંકશનના કારણે થયું છે. જે બાબતે જલ્દી જ કંપની નિવેદન આપશે.  

એપલનું આ ખાસ ફીચર 

એપલે ગયા વર્ષે જ પોતાના પ્લેટફોર્મ પર કોઈ હેકિંગ બાબતે એલર્ટ કરવાનું ફીચર એડ કર્યું છે. જે પ્રાઈવસી માટે જાણીતું છે. કંપની તેના યૂઝર્સના ડેટાને સુરક્ષિત રાખવા માટે વિવિધ પગલાં લેતી રહે છે. આવું જ એક પગલું છે આ સુવિધા, જેના કારણે લોકોને નોટિફિકેશન મળી રહી છે. 

અટેક થતા બચાવી શકાય તે રીતે ડીઝાઇન થયું ફીચર 

contact key verification ફીચર કંપની દ્વારા હાલમાં જ શરુ કરવામાં આવ્યું છે. જે એક સિક્યોરિટી ફીચર છે. જે iMessage અને iCloud માટે છે. આ ફીચર જાહેર કરતા કંપનીએ કહ્યું હતું કે  iMessage પર અટેક થતા તેને બચાવી શકાય તે રીતે આ ફીચરને ડીઝાઇન કરવામાં આવ્યું છે. 

ફીચરમાં વેરીફાઈ કરવાનો ઓપ્શન મળે

આ ફીચર પ્રમાણે યુઝરને તે જે વ્યક્તિ સાથે વાત કરવા ઈચ્છે છે તેની જ સાથે વાત કરે છે તે વેરીફાઈ કરવાનો ઓપ્શન મળે છે. આ ફીચારની મદદથી અન્ય યુઝરના એકાઉન્ટને પણ વેરીફાઈ કરી શકાય છે. આ ફીચર એક મીકેનીઝમ વાપરે છે જેને કી ટ્રાન્સપરન્સી કહે છે. જો યુઝર આ ફીચર ઓન રાખે છે તો તેને કોઈ અજાણ્યા iMessage એકાઉન્ટ સાથે જોડતા ઓટોમેટીક એલર્ટ મળે છે. જે યુઝરની પ્રાઈવસીને જાળવવામાં મદદ કરે છે. 

જો એપલને કોઈ થ્રેટની જાણકારી મળે તો શું કરે છે?

કંપનીને સ્ટેટ સ્પોન્સર કોઈપણ હુમલાની માહિતી મળતાની સાથે જ કંપની યુઝર્સને બે રીતે એલર્ટ કરે છે. પ્રથમ થ્રેટ નોટીફીકેશન iMessage દ્વારા યુઝરના Apple ID પર રજીસ્ટર્ડ નંબર પર મોકલવામાં આવે છે. વધુમાં, રજિસ્ટર્ડ ઈમેલ પર થ્રેટ એલર્ટના મેસેજ પણ મોકલવામાં આવે છે. 

આ સિવાય યુઝરને appleid.apple.com પર થ્રેટના મેસેજ પણ મળશે. જો કે, આ માટે યુઝર્સે અહીં સાઇન ઇન કરવું પડશે. આ ઉપરાંત કંપનીએ તેના પેજ પર સ્પષ્ટ કર્યું છે કે કેટલાક થ્રેટ મેસેજ ખોટા પણ હોઈ શકે છે. એપલે સ્પષ્ટ કર્યું છે કે તેઓ એ કહી શકશે નહીં કે આ થ્રેટ મેસેજ શા માટે મોકલવામાં આવી છે. ભવિષ્યમાં આના કારણે યુઝર પર હુમલા વધુ સરળ બની શકે છે.

કેવી રીતે સેફ રાખી શકાય?

કોઈ પણ ખતરાથી ખુદને બચાવવા માટે યુઝરે અમુક બાબતનું ધ્યાન રાખવું જોઈએ. જેમકે લેટેસ્ટ સોફ્ટવેર અપડેટ કરવું, પાસકોડનો ઉપયોગ કરવો., ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન વાપરવું જોઈએ, એપલ સ્ટોરથી જ કોઈપણ એપ ડાઉનલોડ કરવું, સિક્યુરીટી માટે યુનિક અને મજબુત પાસવર્ડ વાપરવો, તેમજ કોઈપણ શંકાસ્પદ લીનક કે અટેચમેન્ટ પર ક્લિક ન કરવું. 

<="" p="">



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/XhkPZGF