Image Freepic 

તા. 17 ઓક્ટોબર 2023, મંગળવાર 

વર્તમાન સમયમાં વિવિધ સોશિયલ મીડિયા (Social Media) નો ઉપયોગ ખૂબ જ વધી રહ્યો છે, ત્યાર તેની સિક્યુરિટી (Security feature) બાબતે પણ ઘણી ચિંતાઓ થતી રહે છે. તેવામાં સોશિયલ મીડિયા એપ WhatsApp દ્વારા  Passkey નો સપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. એપ છેલ્લા કેટલાક મહિનાઓથી આ ફિચરને બીટા પ્લેટફોર્મ પર ટેસ્ટ કરવામાં આવી રહ્યો હતો. આ ફિચર હવે Android યુજર્સ માટે પણ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.

સોશિયલ મીડિયા પર આપવામાં આવી જાણકારી 

પાસકી ( Passkey) ની મદદથી હવે તમે તમારા ફેસ, ફિંગરપ્રિંટ અથવા પિનનો ઉપયોગ કરી વોટ્સએપ એકાઉન્ટ લોગઈન કરી શકશો.  વોટ્સએપ દ્વારા આ ફિચરની જાણકારી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાહેર કરવામાં આવ્યું હતું. 

શું છે આ પાસકી ( Passkey)ફીચર 

આ ફીચરનો ઉપયોગ તમારા ફોનને લોગઈન કરવા માટે છે, એટલે કે હવે તમે ફેસ અનલોક, ફિંગરપ્રિન્ટ અથવા પિનનો ઉપયોગ કરી લોગઈન કરી શકો છો. 

આ નવા ફીચરથી કન્ફ્યુઝ ન થશો.

જો કે, આ પહેલા એપમાં આપવામાં આવતા લોક ફીચર અને આ નવા ફીચરથી કન્ફ્યુઝ ન થશો. પહેલા જે ફિચર આપવામા આવ્યું છે તેનો ઉપયોગ ડિવાઈસ પર વોટ્સએપ સિક્યુરિટી માટે કરવામાં આવે છે. 

સેટઅપમાં આવશે કામ

આ સાથે ( Passkey)પાસકીનો ઉપયોગ નવા ડિવાઈસ પર WhatsApp Setup કરતા સમયે જોવા મળશે. જ્યારે તમે કોઈ નવા ડિવાઈસ પર લોગઈન કરશો, ત્યારે તમને તેનો ઉપયોગ કરવો પડશે. 

સિક્યોર થઈ જશે એકાઉન્ટ

આ ફીચરથી તમારી સિક્યુરિટીને એક નવુ લેયર મળશે અને અન્ય બીજુ કોઈ તમારુ એકાઉન્ટ ઓપન નહી કરી શકે. આ ફીચર ધીરે -ધીરે દરેક યુજર્સ સુધી પહોચી જશે. 

કેવી રીતે કરવામાં આવશે તેનો ઉપયોગ 

આનો ઉપયોગ કરવા માટે તમારે સૌથી પહેલા WhatsApp ઓપન કરવું પડશે, તે પછી Setting ના ઓપ્શન પર જઈ તમારે Accountમાં જવાનું રહેશે. અને ત્યા એકાઉન્ટમાં જઈ passkeyનું ઓપ્શન જોવા મળશે. હવે તમારે તેને ઓપન કરવાનુ રહેશે અને તે પછી વોટ્સએપ એકાઉન્ટ માટે એક પાસકી બનાવવાની રહેશે.

તે પછી તમે ફેસ, ફિંગરપ્રિંટ અથવા પિનમાંથી કોઈ પણની એક પાસકી (passkey) બનાવી શકશો.  નેક્સ્ટ ટાઈમ એકાઉન્ટ સેટઅપ દરમ્યાન તમારે આ પાસકીનો ઉપયોગ કરવો પડશે. 



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/69B2FU8