Image Twitter 

તા. 3 નવેમ્બર 2023, શુક્રવાર

તાજેતરમાં જ અમેરિકાના 58 વર્ષના એક શખ્સ પર ડુક્કરનું હૃદય ફિટ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ થોડા દિવસ તો બધુ બરોબર ચાલ્યુ હતું, જોકે હમણાં છેલ્લા 6 અઠવાડિયાથી શખ્સની હાલત બગડવા લાગી હતી, અને અંતે તેનું મૃત્યુ થઈ ગયું છે. 

લોરેંસના શરીરમાં ડુક્કરનું હૃદય લગાવવાની સર્જરી કરવામાં આવી હતી

હકીકતમાં થોડા દિવસ પહેલા અમેરિકાના 58 વર્ષીય લોરેંસ ફોસેટ પર એક સર્જરી કરવામાં આવી હતી. જેમા લોરેંસના શરીરમાં ડુક્કરનું હૃદય લગાવવાની સર્જરી કરવામાં આવી હતી. એ પછી તેમનાં અંગો બરોબર કામ કરી રહ્યા હતા. ઓક્ટોબરના બીજા અઠવાડિયા દરમ્યાન હોસ્પિટલમાંથી જાણકારી મળી હતી કે ફોસેટ સ્વસ્થ થઈ ગયા છે અને તેમનું સ્વાસ્થ્ય સારુ છે.

સર્જરીના કારણે શરીર પર કેટલાક લક્ષણો જોવા મળી રહ્યા હતા

સર્જરી બાદ ફોસેટને ઘરે લાવવામાં આવ્યા હતાં અને તે પોતે આરામથી ઊભા થઈ શકતા હતા, અને પરિવાર સાથે આરામથી સમય વીતાવી રહ્યા હતા. પરંતુ ત્યાર બાદ 6 અઠવાડિયાથી કેટલીક સમસ્યાઓ આવી ચડી હતી. જેમા યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ સ્કુલ ઓફ મેડિસિનના કહેવા પ્રમાણે, હાલમાં ફોસેટના શરીર પર કેટલાક લક્ષણો દેખાઈ રહ્યા હતા, જે સર્જરીના કારણે જોવા મળી રહ્યા હતા. એ પછી 30 ઓક્ટોબરના રોજ ફોસેટનું મૃત્યુ થઈ ગયું હતું. 



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/z6ijalu