
Naval Anti Ship Missile: ડિફેન્સ ક્ષેત્રે ભારત નવી ઉંચાઈએ પહોંચી રહ્યું છે. ભારતીય નેવી અને DRDOએ 21 નવેમ્બર, મંગળવારના રોજ સ્વદેશી એન્ટી શિપ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતુ.
Seaking 42B હેલિકોપ્ટર દ્વારા થયું પરીક્ષણ
આ પરીક્ષણ Seaking 42B હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવ્યું છે. નેવીએ સોશિયલ મીડિયા પર મિસાઈલ ટેક્નોલોજીના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલા અંગે જણાવ્યું હતું. આ બાબતે નેવીએ તેનો વીડિયો જાહેર કર્યો છે. જેમાં જોઈ શકાય છે કે નેવલ એન્ટી શિપ મિસાઈલનું પરીક્ષણ Seaking 42B હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવ્યું છે.
#IndianNavy in association with @DRDO_India successfully undertook Guided Flight Trials of #1st indigenously developed Naval #AntiShipMissile frm Seaking 42B helo on #21Nov 23.
— SpokespersonNavy (@indiannavy) November 21, 2023
A significant step towards achieving self-reliance in niche missile tech, incl seeker & guidance tech. pic.twitter.com/nbKI7ZuzDq
એક ઓકટોબરની રિપોર્ટ મુજબ DRDOએ નેવીની શક્તિ વધારવા માટે એક લોંગ રેન્જ એન્ટી શિપ મિસાઈલનું ટેસ્ટીંગ કરવાની તૈયારીમાં છે.
<="" p="">
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/me7pwbQ

0 Comments