Image Freepic


તા. 1 નવેમ્બર 2023, બુધવાર 

How to unlock iPhone after owner dies:સિક્યુરિટી બાબતે iPhoneનું નામ સૌથી પ્રથમ નંબરે આવે છે. તમામ કંપનીઓ હજુ સુધી iPhoneની સુરક્ષા મુદ્દે ટક્કર આપી શકી નથી, જો કે, કંપનીઓ તેના માટે કોશિશ કરી રહી છે, પરંતુ હજુ સુધી સફળતા મળી નથી. આ જ કારણથી આટલી મોંઘી કિંમતનો ફોન લાખો લોકોના હાથમાં જોવા મળે છે.  જો કે હવે ઈએમઆઈની સુવિધા હોવાના કારણે કેટલાક વર્ષોથી ખરીદનારાઓની સંખ્યામાં વધારો થયો છે. પરંતુ દરેક લોકોના iPhone ખરીદવા પાછળનું કારણ સુરક્ષા અને ફોનના એડવાન્સ ફિચર પણ છે. 

દરેક લોકો ફોનમાં પોતાની પ્રાઈવસી રાખતા હોય છે. કેટલાક યુજર્સ મહત્વના દસ્તાવેજો પણ ફોનમાં રાખતા હોય છે. અને તેને પ્રાઈવસી બાબતે ફોનમાં લોકનો ઉપયોગ કરતાં હોય છે. પરંતુ જ્યારે આઈફોનની વાત કરીએ તો જ્યારે iPhone માલિકના મરી ગયા બાદ તેના પાસવર્ડની જાણકારી ન હોવા પર ફોનને અનલોક કરવો ઘણું અઘરુ અને કઠિન કામ છે. 

iPhoneના માલિકના મૃત્યુ બાદ આઈફોનને અનલોક કેવી રીતે કરશો..

iPhoneના માલિકના મૃત્યુ બાદ ફોનમાં સ્ટોર થયેલા મહત્વના દસ્તાવેજ, ફોટોસ વગેરે મેળવવા માટે અનલોક કેવી રીતે કરવો તેના વિશે વિચારતા હોય છે. પહેલા તો તમને પાસવર્ડ ક્રેક કરવાનો વિચાર આવશે. પરંતુ iPhoneનો પાસવર્ડ ક્રેક કરવો આસાન નથી. તેના માટે તમારે એક પ્રોસેસ કરવી પડશે. અને આ પ્રક્રિયા માત્ર સરકારી એજન્સીઓ જ જાણતી હોય છે. ભારતીય કાયદા પ્રમાણે iPhone યુજર્સના પ્રસનલ ડેટા મેળવવા સરળ નથી. 

આ ટિપ્સ આવી શકે છે કામ

1. iCloud દ્વારા ડેટા રિકવર કરી શકાય છે. 

જો તમારી પાસે તમારા પ્રિયજનનું iCloud એકાઉન્ટનો લોગિન આઈડી પાસવર્ડ છે, તો તમે તેના આઈફોન અનલોક કરી શકો છો. જોકે તેમના ફોનમાં iCloud એકાઉન્ટ હોવું જરુરી છે, નહીં તો તેમા મુશ્કેલ આવી શકે છે. એટલે કે જો યુજરના iPhoneમાં iCloud એકાઉન્ટ હોય તો આસાનીથી વેબસાઈટ પર જઈ લોગીન કરી પાસવર્ડ રિસેટ કરી iPhone અનલોક કરી શકાય છે. 

2. Apple સહાયતા કેન્દ્રનો સંપર્ક કરી મદદ લઈ શકાય છે

જેમ કે તમે એપલના પાસવર્ડ પોલીસી વિશે જાણતા નથી, તો એવો લોકો માટે તેમના સ્વજનના મૃત્યુ પછી iPhoneને અનલોક કરવો આસાન નથી. પરંતુ આવા સંજોગોમાં તમે એપલ સપોર્ટ સેન્ટરનો સંપર્ક કરી કોશિશ કરી શકો છો. 



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/JjiqxE4