Image Social Media

તા. 25 નવેમ્બર 2023, શનિવાર

ગ્રીન ફ્યુલ સોલ્યુશન પર વધતા ફોકસની સાથે સાથે સમગ્ર ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધી રહ્યુ છે. સાથે ઈલેક્ટ્રિક વાહનોમાં ઘણી ઉંચી કિંમતના કારણે ખરીદનારાઓને અન્ય ઓપ્શન તરફ લઈ જાય છે અને તેમા સીએનજી ની ચર્ચા થાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં CNG વાહનોની માંગ અને વેચાણમાં વધારો જોવા મળ્યો છે. 

સીએનજી કાર પેટ્રોલ અને ડિઝલની તુલનાએ ગણી સસ્તી છે

CNG કારોમાં આટલી માંગ વધવા પાછળનું કારણ છે, સીએનજી કાર પેટ્રોલ અને ડિઝલની તુલનાએ ગણી સસ્તી છે. અને તે માઈલેજ પણ સારી આપે છે. એક મહત્વની વાત એ પણ છે કે, સીએનજીથી ચાલનારી કાર સામાન્ય રીતે પેટ્રોલ - સીએનજી કોમ્બિનેશન સાથે આવે છે. 

પેટ્રોલ કાર સીએનજીમાં કનવર્ટ કરવામાં આવે છે

પેટ્રોલની કિંમત સામાન્ય રીતે સીએનજી કરતા ઘણી વધારે હોય છે. તેના કારણે પેટ્રોલ કારોના માલિકોને તેને ચલાવવામાં વધારે ખર્ચ આવે છે. જ્યારે પેટ્રોલ - સીએનજી કારોની વાત આવે છે, ત્યારે માત્ર પેટ્રોલ મોડલની તુલનામાં ઓછી ચાલવાથી તેનો ખર્ચ ઓછો આવે છે. તેના કારણે લોકો સીએનજી મોડલ પર વધારે ધ્યાન આપે છે. 

પેટ્રોલ અને પેટ્રોલ-સીએનજી કારોમાં દરેકના નુકસાન અને ફાયદા રહેલા છે

CNG કારો માટે પાવર આઉટપુટ એક સમસ્યા છે, કારણ કે પેટ્રોલ મોડની તુલનામાં સીએનજી મોડમાં પાવર ઓછો હોય છે. જો કે ભારતમાં માત્ર પેટ્રોલ અને પેટ્રોલ-સીએનજી કારોમાં દરેકના નુકસાન અને ફાયદા રહેલા છે, જેથી તમારે આ બન્ને પર વિચાર કરીને વાહનની પસંદગી કરવી જોઈએ. 




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/lwLe70n