Cyber Security: વર્ષ 2023માં ભારતમાં 85 લાખ ડિવાઈસ પર 40 કરોડથી વધુ હુમલા થયા છે, એટલે કે દર મિનિટે 761 સાઈબર હુમલા કહી શકાય. જેમાંથી 15 ટકા સુરતમાં અને બેંગલોરમાં 14 ટકા સાથે સૌથી વધુ મામલા જોવા મળ્યા છે. આમાંથી 50 ટકાથી વધુ મીડિયા અને નેટવર્ક ડ્રાઈવો સાથે સંબંધિત છે. ડેટા સિક્યોરિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (DSCI)ના રિપોર્ટ અનુસાર, લગભગ 25 ટકા હુમલા ઈમેલ અને વેબસાઈટમાં અયોગ્ય લિંક પર ક્લિક કરવાના કારણે થાય છે. Android ડિવાઈસ દ્વારા દર મહિને સરેરાશ ત્રણ હુમલા પણ જોવા મળ્યા છે. રિપોર્ટ અનુસાર, આવી ફેક એપ્સ લાખો યુઝર્સ દ્વારા ડાઉનલોડ કરવામાં આવે છે, જેના દ્વારા ડિવાઈસ હેક કરવામાં આવે છે.

ISRO પર પણ સાઈબર હુમલો

ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથે હાલમાં જ જણાવ્યું હતું કે ઈસરો રોજના 100થી વધુ સાઈબર હુમલાનો સામનો કરી રહી છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે રોબોટ ટેકનીકમાં સાઈબર હુમલાની સંભાવનાઓ વધુ હોય છે. સાયબર આરોપીઓ અત્યાધુનિક સોફ્ટવેર અને ચિપ્સનો ઉપયોગ કરે છે. જો કે, ઈસરો આવા હુમલાઓનો સામનો કરવા માટે તૈયાર છે. તેમજ ઈસરો મજબૂત સાયબર સુરક્ષા નેટવર્કથી સજ્જ છે. હાલ ઈસરો રોકેટની અંદર હાર્ડવેર ચિપ્સની સુરક્ષા પર ધ્યાન આપી રહ્યું છે. આ માટે વિવિધ ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે.

આ ક્ષેત્રો છે સૌથી વધુ પ્રભાવિત 

ભારતમાં, છેલ્લા છ મહિનામાં દર અઠવાડિયે આરોગ્ય સંભાળ, શિક્ષણ, સંશોધન અને ઉપયોગિતાઓ આ ત્રણ ક્ષેત્રો સાયબર હુમલાથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. એક થ્રેટ ઈન્ટેલિજન્સ રિપોર્ટ અનુસાર, છેલ્લા છ મહિનામાં ભારતમાં દર અઠવાડિયે સેક્ટર દીઠ સરેરાશ 2157 સાયબર હુમલા થયા છે, જ્યારે વૈશ્વિક સ્તરે સંસ્થા દીઠ 1139 હુમલા થયા છે. નિષ્ણાતોએ કહ્યું કે રિટેલ, હોસ્પિટાલિટી, મેન્યુફેક્ચરિંગ અને ટ્રાન્સપોર્ટેશન સેક્ટરને પણ સાયબર સિક્યુરિટી પર ઝડપથી આગળ વધવું પડશે.

<="" p="">




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/8sugQGt