![]() |
| Image Envato |
તા. 24 ડિસેમ્બર 2023, રવિવાર
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AI 2023 માં સૌથી વધુ વપરાયેલ ટુલ્સમાનું એક છે. ChatGPT થી લઈને Bard અને Gemini Eye વગેરે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને વધારે સરળ બનાવ્યું છે. હવે સેક્ટરમાં AI નો ઉપયોગ વધી રહ્યો છે. તેથી રોજ કોઈને કોઈ રીતે આપણે તેના સંપર્કમાં આવી રહ્યા છે. આમ જોઈએ તો ધીરે ધીરે કેટલીક વસ્તુઓને સરળ બનાવવામાં આવી રહી છે જેથી કરીને કામમાં સ્પીડ આવી રહી છે, તો બીજી બાજુ તેના જોખમો પણ વધી રહ્યા છે.
સતત નવા નવા કેસ સામે આવી રહ્યા છે
છેલ્લા કેટલાક સમયથી AIનો દુરુપયોગ થતો હોવાના સમાચાર વધી રહ્યા છે, જેમા AIનો વોઈઝ સ્કેમ અથવા AI વોઈઝ ફ્રોડ જેવા સ્કેમ સામે આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા AI વોઈઝના કેટલાક કેસ આવ્યા છે. હાલમા જ લખનઉમાં પણ આવો જ એક કેસ સામે આવ્યો છે. જેમા લખનઉના એક વ્યક્તિએ 45 હજાર રુપિયાની છેતરપિંડી કરી છે. તે પહેલા એક મહિલા સાથે પણ આ રીતે ઠગાઈ થઈ હતી.
આ રીતે કરવામા આવી હતી છેતરપિંડી
AI વોઈસ સ્કેમ શું છે તેને જાણવુ જરુરી છે. તે પહેલા લખનઉના કેસને સમજીએ તેનાથી ખ્યાલ આવી જશે. લખનઉ કેસમાં જોઈએ તો તેમા છેતરપિંડીનો ભોગ બનનાર વ્યકિતને તેના સંબંધી બનીને ફોન કર્યો હતો. આરોપીએ AIની મદદથી તેના સંબંધીના અવાજમાં ફોન કર્યો હતો. તેણે પીડિતાને કહ્યુ કે, મારે કોઈને હાલમાં 90 હજાર રુપિયા આપવાના છે, પરંતુ પેમેન્ટ ફેલ થઈ જાય છે. તો તારામાંથી આપેવા નંબર પર પૈસા મોકલી આપ. એટલે તેણે આપેલા નંબર પર 90 હજાર ટ્રાન્સફર કરવાનું શરુ કર્યુ. પરંતુ કેટલાક ટ્રાન્જેક્શન ફેલ થયા તેથી 44,500 રુપિયાની સ્કેમ થયું, નહી તો 90 હજાર પુરાનો ચુનો લાગત.
હાલમાં વિડીયો કોલ દ્વારા થઈ રહ્યો છે સ્કેમ
AI વોઈસ સ્કેમની જેમ વીડિયો કોલ દ્વારા પણ સ્કેમ થઈ રહ્યા છે. જેમા ગુનેગારો ડીપફેક અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને કોઈનો પરિચિત બનીને વીડિયો કોલ કરે છે અને કોઈને કોઈ બહાનુ બતાવીને પૈસા પડાવે છે. ઘણી વખત ડીપફેકનો ઉપયોગ કરીને અશ્લીલ તસવીરો અથવા વીડિયો બનાવીને લોકોને બ્લેકમેલ કરીને પણ લાખો રુપિયા પડાવે છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/fsQ1RJO

0 Comments