
What is Color Smoke: બુધવારે સંસદની સુરક્ષામાં મોટી ચૂક થઈ હતી. લોકસભામાં બે યુવાનોએ 'સ્મોક એટેક' કર્યો હતો જ્યારે બે લોકોએ સંસદની બહાર ગેસના ધુમાડા કર્યા હતા. છ લોકોએ સંસદ પર 'સ્મોક એટેક'નું આ કાવતરું ઘડયું હતું. સંસદમાં જે કલર સ્મોક વડે હુમલો કરવામાં આવ્યો હતો તે ખુબ જ સરળતાથી કોઈપણ બર્થડે ગીફ્ટ શોપ પર મળી જાય છે. તેમજ તેની કિંમત તેની સાઈઝ અને ક્વોલીટી પ્રમાણે હોય છે. એટલે હવે પ્રશ્ન થાય કે તે કેવી રીતે બને છે અને તેનો ઉપયોગ શું છે?
તેનો ઉપયોગ શું છે?
આ કલર સ્મોક બે રીતે બનાવવામાં આવે છે. જેમાં એક સામાન્ય નાગરિકો માટે અને બીજું સૈનિકો માટે. મિશનમાં સૈનિકો માટે આ કલર સ્મોક રેસ્ક્યુ ખુબ જ ઉપયોગી છે. મિશન પૂર્ણ થયા પછી, તેના હેલિકોપ્ટર અથવા જહાજને જણાવવું કે તેની ટીમ ક્યાં છે. અથવા એર-શો દરમિયાન એક્રોબેટિક પ્લેનમાંથી બહાર આવતા વિવિધ રંગો દ્વારા મિશન અંગે જાણકારી આપે છે. આ કલર સ્મોક્સ ઘણા રંગોમાં આવે છે.
હુલ્લડ રોકવા માટે જેમાં દાઝી શકાય તેવા કેમિકલ ભેળવવામાં આવે છે. તેમજ જંતુનાશકનો છાંટવા માટે કૃષિમાં પણ ઉપયોગમાં લેવાય છે. કલાઉડ સીડિંગ માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ તેના માટે ઘણા ફેરફાર કરવા પડે છે.
સેના માટે તૈયાર કરવામાં આવેલા કલર સ્મોકમાં મોટેભાગે પોટેશિયમ ક્લોરેટ ઓક્સીડાઈઝર, લેક્ટોસ અથવા ડેક્સટ્રીનને ઇંધણ તરીકે, ડાઈ તરીકે કે પછી સોડીયમ બાઈકાર્બોનેટ એટલે કે કલર સ્મોકને ઠંડુ કરવા માટે લેવામાં આવે છે. કેમકે જયારે તે ફૂટે છે, ત્યારે તે ગરમ થાય છે જેથી હાથ દાઝી જવાની શકયતાઓ પણ રહે છે.
સામાન્ય નાગરીકો માટે પણ સ્મોક બોમ્બ
સામાન્ય નાગરીકો માટે જે કલર સ્મોક બનાવવામાં આવે છે તેમાં પોટેશિયમ નાઇટ્રેટ, ખાંડ, બેકિંગ સોડા, ઓર્ગેનિક ડાઈ, કાર્ડબોર્ડ ટ્યુબ, ડકટ પાઈપ, પેન કે પેન્સિલ, આતશબાજીનો ફ્યુઝ, રૂ અને સોસપેનની જરૂર પડી શકે છે.
કલર સ્મોક બોમ્બ ફોડતી વખતે આ સાવધાની રાખવી જરૂરી
આ બોમ્બ ફોડતી વખતે સાવધાની રાખવી જરૂરી છે. સ્મોક બોમ્બ જ્યારે વિસ્ફોટ થાય છે ત્યારે તે ગરમ થઈ જાય છે, તેથી તેને કોઈપણ જ્વલનશીલ સામગ્રીથી દૂર રાખવું જોઈએ. તો ક્યારેક વધારે દબાણને કારણે વિસ્ફોટ પણ થઇ શકે છે. આ બોમ્બ હંમેશા ખુલ્લી જગ્યામાં એટલે કે એવી જગ્યા જ્યાં પુરતી હવા હોઈ ત્યાં ફોડવો જોઈએ. જો તે ઝડપથી વિસ્ફોટ થાય છે, તો હાથ, ચહેરો અથવા શરીરના અન્ય ભાગો પણ દાઝી શકે છે, તેથી તેને વિસ્ફોટ કરતી વખતે પોતાને દૂર રાખો. કલર સ્મોક બોમ્બમાંથી નીકળતા ધુમાડાથી આંખોમાં બળતરા થાય છે, તેથી તેના ધુમાડાથી પણ દૂર રહેવું જોઈએ.
સેના માટે ખાસ સ્મોક ગ્રેનાઈટ અને સ્મોક બોમ્બ બનાવવામાં આવે છે
આર્મીના સ્મોક ગ્રેનેડ અથવા સ્મોક બોમ્બ પાયરોટેકનિક કમ્પોઝિશનમાંથી બનાવવામાં આવે છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય એટલો ધુમાડો બનાવવાનો છે કે દુશ્મન કંઈ જોઈ ન શકે. આ ખાસ કરીને ઝીંક ક્લોરાઇડના ધુમાડામાંથી અથવા સફેદ ફોસ્ફરસમાંથી બનાવવામાં આવે છે. કલર સ્મોક બોમ્બ ચાર પ્રકારના લાલ કલર, પાંચ પ્રકારના પીળા કલર, ચાર પ્રકારના લીલા કલર, ત્રણ બ્લુ કલર, બે પ્રકારના જાંબલી કલર, અને એક કેસરી કલર આવે છે.
શરીર માટે છે નુકશાનકારક
કલર સ્મોક બોમ્બ શરીરને ઘણી રીતે નુકશાનકારક છે. જો તમે કલરના ધુમાડાના સીધા સંપર્કમાં આવો છો, તો તમને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે, તમારો અવાજ ખરાબ થઈ શકે છે, શ્વાસ ઝડપી અથવા ધીમો થઈ શકે છે, કફ બની શકે છે અને જો તમે લાંબા સમય સુધી આ ધુમાડાના સંપર્કમાં રહો છો, તો તમારા નાકમાંથી લોહી પણ પડી શકે છે. તેના કારણે પલ્મોનરી એડીમા એટલે કે ફેફસામાં પાણી જમા થઈ શકે છે. શરીરની ચામડીનો રંગ બદલાઈ શકે છે. આ ધુમાડો તમારા શરીરમાં કેન્સરનું કારણ પણ બની શકે છે.
<="" p="">
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3LZKHvY

0 Comments