
- 'નાસા'એ 16-17 ડિસેમ્બરે પૃથ્વી પર કોરોનલ માસ ઇજેક્શની અસર થવાની ચેતવણી આપી
- એક્સ 2.8 પ્રકારની અતિ શક્તિશાળા સૌર જ્વાળા સૂર્યના એઆર 3514 સંજ્ઞાવાળા સૂર્યકલંકના વિસ્તારમાંથી ફેંકાઇ છે : સૂર્ય તેની 25મી સોલાર સાયકલને કારણે ભારે ક્રોધાયમાન છે
વોશિંગ્ટન/મુંબઇ : સૂર્ય નારાયણ અચાનક ભારે ક્રોધાયમાન થઇ ગયા છે. ૨૦૨૩ની ૧૪, ડિસેમ્બરે સૂર્યની વિરાટ થાળી પરથી એક્સ ૨.૮ પ્રકારની મહાવિનાશક અને અતિ શક્તિશાળી ગણાતી સૌર જ્વાળા બહાર ફેંકાઇ છે. ૨૦૧૭માં ફેંકાયેલી અત્યંત તોફાની સૌર જ્વાળા બાદ ૧૪, ડિસેમ્બરની એક્સ ૨.૮ પ્રકારની સૌર જ્વાળા સૌથી શક્તિશાળી ગણાય છે.
એક્સ ૨.૮ સૌર જ્વાળાની અતિપ્રચંડ થપાટથી આખા દક્ષિણ અમેરિકામાં રેડિયો બ્લેકઆઉટ થઇ ગયો હતો.
અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન દ્વારા (નાસા)આ ચિંતાજનક સમાચાર આપવામાં આવ્યા છે.
'નાસા'ના સ્પેસ વેધર પ્રિડિક્શન સેન્ટર નેશનલ ઓશનિક એન્ડ એટમોસફિયરિક એડમિનિસ્ટ્રેશન (એન.ઓ.એ.એ.)ના સૂત્રોએ એવી માહિતી આપી હતી કે ૨૦૨૩ની ૧૪, ડિસેમ્બરે સાંજે ૫:૦૨ વાગે (યુનિવર્સલ ટાઇમ) સૂર્યની વિરાટ સપાટી પર સર્જાયેલા-એઆર ૩૫૧૪- સંજ્ઞાવાળા સૂર્ય કલંક (સનસ્પોટ)ના વિશાળ વિસ્તારમાંથી એક્સ ૨.૮ પ્રકારની ભારે વિનાશક સૌર જ્વાળા આખા અંતરિક્ષમાં ફેંકાઇ છે. આ ભારે શક્તિશાળી સૌર જ્વાળા છેક પૃત્વી સુધી આવી ગઇ હતી. આ સૌર જ્વાળાની પ્રચંડ થપાટથી આખા દક્ષિણ અમેરિકા સહિત પેસેફિક પ્રદેશમાં રેડિયો બ્લેક આઉટ થઇ ગયો હતો. સંદેશા વ્યવહાર મોટાપાયે ખોરવાઇ ગયો હતો.
સૌર જ્વાળાની ઇમેજ 'નાસા'ની સોલાટ ડાયનેમિક્સ ઓબ્ઝર્વેટરી દ્વારા લેવામાં આવી છે.
'નાસા'નાં સૂત્રોએ એવી માહિતી પણ આપી હતી કે સૂર્યમાંથી બહાર ફેંકાતી 'એક્સ' ક્લાસની સૌર જ્વાળાઓ અતિ શક્તિશાળી તથા ભારે વિનાશક હોય છે. સૌર જ્વાળામાં કિરમોત્સર્ગની પ્રચંડ તાકાત હોવા ઉપરાંત ઇલેક્ટ્રોન અને પ્રોટોનની પણ જબરી અસર હોય છે. ઉપરાંત આવી સૌર જ્વાળા સાથે કોરોનલ માસ ઇજેક્શન (સી.એમ.ઇ)ની પણ વિનાશક અસર હોવાથી પૃથ્વી પર સંદેશાવ્યવહાર, વીજળી પુરવઠો, ટેલિવિઝન પ્રસારણ વગેરે ખોરવાઇ જાય. ઉપરાંત અંતરિક્ષમાં ફરતા સેટેલાઇટસનો પણ નાશ કરી નાખે. આવાં સીએમઇની ગતિ ૨,૧૦૦ (પ્રતિ સેકન્ડ) હોય છે.
અમે આ સમગ્ર ગતિવિધિનો અભ્યાસ કરી રહ્યા છીએ. સાથોસાથ જરૂરી બધી તૈયારી પણ શરૂ કરી છે, કારણ કે સીએમઇની જબરી થપાટ કદાચ ૧૬-૧૭, ડિસેમ્બરે વાગવાની શક્યતા છે.
'નાસા'નાં સૂત્રોએ એવી ચેતવણી પણ આપી છે કે હાલ સૂર્ય તેની ૨૫મી સોલાર સાયકલને કારણે અતિ ઉગ્ર થયો છે.
દર ૧૧ વરસે સર્જાતી સોલાર સાયકલને કારમે સૂરજની વિરાટ થાળી પર સૂર્ય કલંકો, સૌર જ્વાળાઓ, કોરોનલ માસ ઇઝેક્શન વગેરે ભારે વિનાશક ગતિવિધિ સર્જાય. પરિણામે સમગ્ર સ્પેસ વેધર ઉપરતળે થઇ જાય. પૃથ્વી પર ભારે તોફાની અસર થાય.
સૌર જ્વાળાનું તેની શક્તિશાળી અસર મુજબ ૧થી ૯ નંબરમાં વર્ગીકરણ થયું છે. બી ક્લાસ (સૌથી નબળી) સહિત-સી, એમ, એક્સ- (સૌથી શક્તિશાળી) ક્લાસ હોય છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/FUzVKwY
0 Comments