F-16 fighter jets crashes: 11 ડિસેમ્બરે અમેરિકન વાયુસેના દ્વારા દક્ષિણ કોરિયા પાસે તેના F-16 ફાઈટર જેટના ક્રેશ બાબતે  જાણ કરવામાં આવી હતી. જેમાં ક્રેશ પહેલા પાયલટ બહાર નીકળી ગયો હતો. જેમાં પાયલટે જણાવ્યું કે ફાઈટર જેટમાં ઇન-ફ્લાઈટ ઈમરજન્સી લાઈટ ચાલુ હતી. 

તાલીમ મિશન દરમિયાન થયો અકસ્માત

અમેરિકી સેનાના 8મા ફાઈટ વિંગ કમાન્ડર કર્નલ મેથ્યુ ગેટકેએ કહ્યું કે, અમે દક્ષિણ કોરિયાઈ મેરીટાઇમ આર્મીના આભારી છીએ કે તેમણે અમારા પાઈલટને દરિયામાંથી બચાવ્યા. તેની સંભાળ લીધી. હવે તે સારી સ્થિતિમાં છે. પીળા સમુદ્ર પર ચાલી રહેલા તાલીમ મિશન દરમિયાન આ અકસ્માત થયો હતો.


અમેરિકન V-22 ઓસ્પ્રે ટિલ્ટ રોટર હેલિકોપ્ટર પણ ક્રેશ થયું હતું 

આ પહેલા મે મહિનામાં પણ F-16 ફાઈટર જેટ દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલના એક ખેતરમાં પડી ગયું હતું. તે પણ તાલીમ મિશન પર હતું. ત્યારે પણ પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો. આ પછી, ગયા મહિને એક અમેરિકન V-22 ઓસ્પ્રે ટિલ્ટ રોટર હેલિકોપ્ટર જાપાન નજીક ક્રેશ થયું હતું. જેના કારણે તેમાં સવાર આઠ અમેરિકન સૈનિકો માર્યા ગયા. 

ઘણા દેશોનું વિશ્વસનીય ફાઇટર જેટ F-16

48 વર્ષથી ઘણા દેશોનું વિશ્વસનીય ફાઇટર જેટ F-16 એ વિશ્વના શ્રેષ્ઠ વિમાનોમાંનું એક છે. અત્યાર સુધીમાં લગભગ 4604 એરક્રાફ્ટ બનાવવામાં આવ્યા છે. એક પાયલોટ આ પ્લેન ઉડાવે છે. 49.5 ફૂટ લાંબુ વિમાનમાં એક સમયે 3200 કિલો ઇંધણ સમાઈ શકે છે. તે મહત્તમ 2178 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે.


ફાઇટર જેટ F-16 ચ્ચે આટલું તાકાતવર

સશસ્ત્ર તેની કોમ્બેટ રેન્જ 546 કિમીની છે. તેમાં 20 મીમીની રોટરી તોપ છે. જે પ્રતિ મિનિટ 511 રાઉન્ડ ફાયર કરે છે. આ સિવાય તેમાં 2 એર-ટુ-એર મિસાઇલ, 6 અંડર વિંગ, 3 અંડર ફ્યૂઝલેજ પાયલોન બોમ્બ લગાવી શકાય છે.આ સિવાય 4 રોકેટ અથવા 6 એર-ટુ-એર, એર-ટુ-સર્ફેસ અથવા એર-ટુ-શિપ મિસાઈલ સ્થાપિત કરી શકાય છે. તેમાં આઠ બોમ્બ પણ લગાવી શકાય છે. 

<="" p="">




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/q4rhjHX