-કેટલાક સેટિંગ્સ કરીને તમે પણ થોડા કલાકો સુધી બેટરી બેકઅપ વધારવાનો પ્રયાસ કરી શકો છો. 

નવી મુંબઇ,તા. 27 ડિસેમ્બર 2023, બુધવાર 

દુનિયાભરમાં આઈફોનના કરોડો યુઝર્સ છે પરંતૂ iPhone યુઝર્સ માટે તેની બેટરીને લાંબા સમય સુધી સાચવવી એ મોટી વાત છે. જો તમે પણ તમારા આઈફોન યુઝર્સ છો તો તમને પણ આ સવાલ થતો હશે.  જો આઇફોનનો સતત ઉપયોગ થતો હોય તો સ્વાભાવિક છે કે, બેટરી ઝડપથી ઘટી જશે. જો તમે ઇચ્છો છો કે આઇફોનની બેટરી થોડી લાંબી ચાલે તો બેટરી લાઈફની સમસ્યા દૂર કરવા માટે અમે તમારા માટે કેટલીક ટિપ્સ લઇને આવ્યા છીએ. કેટલાક સેટિંગ્સ કરીને તમે પણ થોડા કલાકો સુધી બેટરી બેકઅપ વધારવાનો પ્રયાસ કરી શકો છો. 

જાણો ટિપ્સ

 1.એનિમેશન બંધ કરો

આઇફોનમાં એનિમેશનથી બેટરીનો વપરાશ વધી જાય છે. તમે એનિમેશન બંધ કરીને બેટરી લાઇફ વધારી શકો છો. એનિમેશન બંધ કરવા માટે, સેટિંગ્સમાં જઇને એપ્લિકેશન ખોલો, પછી સામાન્ય પર ટેપ કરો. "એડવાન્સ" પર ટૅપ કરો, પછી ફિઝિકલ મોશન પર ટૅપ કરીને "ફિઝિકલ મોશન" સ્વીચને બંધ કરો.

2.ડિસ્પ્લે બ્રાઇટનેસ 

ડિસ્પ્લે બ્રાઇટનેસ ઘટાડવા માટે, સેટિંગ્સ ઍપ -ડિસ્પ્લે અને બ્રાઇટનેસ પર ટૅપ કરો. આ પછી, તમારી જરૂરિયાતો અનુસાર ડિસ્પ્લેની બ્રાઇટનેસને સેટ કરો. ડિસ્પ્લેની બ્રાઈટનેસ ઘટાડીને તમે બેટરી લાઈફ વધારી શકો છો.

3. મેપ્સ માટે સ્થાન નક્કી કરો

મેપ્સ એપ એપ્લિકેશન તમારી લોકેશનનો ઉપયોગ કરીને તમારા વર્તમાન સ્થાનને ટ્રૅક કરે છે. જો તમે મેપનો ઉપયોગ કરતા નથી, તો તમે લોકેશન સેવાઓ બંધ કરીને બેટરી બચાવી શકો છો. આ માટે સેટિંગ્સ એપ્લિકેશનમાં જઇને પ્રાઇવસી પર ટેપ કરીને લોકેશન પર ટૅપ કરો, પછી મેપ પર ટૅપ કરો. While the app is in use પર ટેપ કરો.

4.બેકગ્રાઉન્ડ એપ્લિકેશને બંધ કરો  

ઘણી વખત એવું બને છે કે ,ફોનમાં એપ ઓપન કર્યા બાદ તેને બંધ કરવાનું ભૂલી જઇએ છીએ, જેથી તેઓ બેકગ્રાઉન્ડ ખુલ્લા રહી જાય છે. બેકગ્રાઉન્ડમાં હોવા છતાં તે એપ્સ ચાલતી રહે છે અને તેના કારણે ફોનની બેટરી ઝડપથી ઓછી થઈ જાય છે. તેથી, એપ્લિકેશનનો ઉપયોગ કર્યા પછી તેને બંધ કરવું જરૂરી છે.આ માટે સેંટિગમાં જઇને Battery પર ટેપ કરો, Background app updates પર ટેપ કરીને OFF પર ટેપ કરો.

5.બેટરી સેવર મોડ ઓન રાખો

બૅટરી સેવર મોડ તમારા iPhoneની બૅટરી આવરદાને વધારવા માટે ઘણા ફંક્શનને મર્યાદિત કરે છે, જેમ કે બૅકગ્રાઉન્ડ ઍપનો ઉપયોગ, ડિસ્પ્લે બ્રાઇટનેસ અને એનિમેશન. 



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/z6xcyZf