નવી મુંબઇ,તા. 18 ડિસેમ્બર 2023, સોમવાર 

વોટ્સએપ કિશોરોથી લઈને વૃદ્ધો સુધી, દરેક વ્યક્તિ આ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. જે ફોટો વીડિયો અને વોઇસ મેસેજ જેવી સુવિધો યુઝર્સને પુરી પાડે છે. આજે તમને આ પ્લેટફોર્મની એક ખાસ વિશેષતા જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે તમે નહીં જાણતા હોવ. આ ફિચરથી તમે તમારી ગર્લફ્રેન્ડના મેસેજ વાંચી શકો છો 

વોટ્સએપ પર મેસેજ વાંચ્યા પછી, મેસેજ સેન્ડ કરનાર પાસે રીડ રિપોર્ટ ડબલ બ્લુ ટીક બતાવતા હોય છે. 

પરંતૂ અમે આજે તમને એક એવી ટ્રીક બતાવવાના છીએ,જેથી યુઝર્સ મેસેજ ઓપન કર્યા વગર આખો મેસેજ વાંચી શકે છે. 

Widgets ઓપ્શનનો યુઝ કરો

સ્માર્ટફોનમાં Widgetsનું ઓપ્શન છે, જેની મદદથી તમે વોટ્સએપ મેસેજને ઓપન કર્યા વગર જ પૂરો મેસેજ વાંચી શકો છો.    

સ્માર્ટફોન પર Widgets ઇન્સ્ટોલ કરવું ખૂબ સરળ છે. તેના માટે યૂઝર્સે બ્લેન્ક જગ્યાની હોમ સ્ક્રિન પર લોન્ગ પ્રેસ કરવુ પડશે, જે બાદ હોમ સ્ક્રીનની નીચેની તરફ Widgets નું ઓપ્શન દેખાશે.

ફોલો કરો આ પ્રોસેસ 

જે બાદ સ્ક્રિન પર સ્ક્રોલ કરીને નીચેની તરફ જાઓ, જ્યાં સુધી સ્ક્રીન પર 3 Widgets નજર ના આવે, જે બાદ બીજા નંબરના ઓપ્શનને ડ્રેગ કરો અને હોમસ્ક્રિન પર જુઓ. બેસ્ટ રિજલ્ટ માટે 4×4 સાઇઝ પસંદ કરો. આ Widgets પર યુઝર્સ આખો મેસેજ ક્લિક કર્યા વગર સરળતાથી વાંચી શકે છે. આવી સ્થિતિમાં મેસેજની રીડ રિપોર્ટ સામેવાળા પાસે નહીં પહોંચે. 



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/TtnjG5a