![]() |
| Image Twitter |
અમેરિકાની સ્પેસ એજન્સી NASA ઘણીવાર સોશિયલ મીડિયા પર અંતરિક્ષની તસવીરો શેર કરે છે અને આશ્ચર્ય સાથે લોકોનું ધ્યાન ખેચે છે. હાલમાં જ એકવાર ફરી નાસાએ એક તસવીર શેર કરી લોકોનું ધ્યાન ખેચ્યું છે. આ વખતે નાસાના એસ્ટ્રોનોટએ હિન્દુ કુશ પર્વતની ટેકરીઓનો એક શાનદાર તસવીર શેર કરી છે, જેને જોતા જ ખરેખર તમારુ દિલ જીતી લેશે.
વાયરલ તસવીરમાં જોવા મળ્યો શાનદાર નજારો
નાસાના અંતરિક્ષ લોરલ ઓહરાએ હિન્દુ કુશ પર્વતની ટેકરીઓની કેટલીક અદ્દભૂત તસવીરો શેર કરી છે, જેમા પર્વત ચમકતો જોવા મળી રહ્યો છે. તેને જોઈને ખરેખર તમારું ખુશ થઈ જશો. આ પર્વતોને એલ્પેનગ્લો કહેવામાં આવે છે. તમારી જાણકારી માટે તે લોરલ ઓહરા હાલમાં ઈન્ટરનેશનલ સ્પેશ સ્ટેશન પર છે.
શું છે અલ્પેન્ગ્લો
અમેરિકન મોસમ વિજ્ઞાન સોસાયટીનું અનુસાર, ચમકતી પર્વતમાળાને એક પ્રકારની વાતાવરણીય પરિસ્થિતિને કારણે તેને 'અલ્પેન્ગ્લો' નામ આપવામાં આવ્યું છે. અલ્પેન્ગ્લોમાં બરફથી ઢકાયેલા પર્વતના શિખરો પર સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે વિવિધ રંગોનું રિફલેક્શન જોવા મળે છે. ISS લેન્સ કેમેરાથી લેવામાં આવેલી આ તસવીરો જોઈને તમારી આંખ ત્યાથી હટી જ નહી શકે. બસ એકી ટકે આ અદ્દભૂત નજારો નિહાળવાનું મન થયા કરશે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/jSbW7y9

0 Comments